Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મા-બાપ સામે કેસ કરવાની તૈયારીમાં આ વ્યક્તિ, ‘મારી મંજૂરી વિના મને પેદા કેમ કર્યો?'

મુંબઈમાં રફાઈલ સેમ્યુઅલ નામના એક વ્યક્તિએ પોતાના માબાપ પર તેને એની મરજી વિના જન્મ આપવા માટે કેસ કરવા જઈ રહ્યો છે.

બાળકો ઘણીવાર પોતાના મા બાપને એ સવાલ કરે છે કે તે છેવટે ક્યાંથી આવ્યા છે તો હસી મજાકમાં તેમની વાત ટાળી દેવામાં આવે છે કે તેમને ભગવાનના ઘરેથી લઈને આવ્યા છે. પરંતુ મોટા થયા પછી કોઈ પોતાના માબાપને કહે કે તેની મરજી વિના તેને જન્મ કેમ આપ્યો? વાસ્તવમાં મુંબઈમાં રફાઈલ સેમ્યુઅલ નામના એક વ્યક્તિએ પોતાના માબાપ પર તેને એની મરજી વિના જન્મ આપવા માટે કેસ કરવા જઈ રહ્યો છે.

‘મા બાપે હોવુ જોઈએ બાળકોના ઋણી'

સેમ્યુઅલનું માનવુ છે કે મા બાપ પોતાની ખુશી માટે બાળકોને જન્મ આપે છે. મા બાપની જિંદગી સારી રહે પરંતુ બાળકોને જન્મ આપીને તેને સ્કૂલ, કેરિયર અને દુનિયાના ઝમેલામાં કેમ નાખો છો? બાળકોએ તો નહોતુ કહ્યુ કે તેને પેદા કરો. યુટ્યુબ પર સેમ્યુઅલના ઘણા વીડિયો છે. સેમ્યુઅલનું કહેવુ છે કે ઉલટા મા બાપે બાળકોના ઋણી રહેવુ જોઈએ કારણકે તેના કારણે તેમની જીંદગી સમાજમાં સરળ બને છે. તેમને કોઈને જવાબ નથી આપવો પડતો.

આ વિચારનું નામ Anti-Natalism

આ વિચારનું નામ Anti-Natalism

રફાઈલ સેમ્યુઅલની આ વિચિત્ર વિચારનું ઘણા લોકો સમર્થન કરે છે અને આ વિચારનું નામ એન્ટી નેટલિઝમ રાખવામાં આવ્યુ છે. આ લોકો પોતાને Voluntary Human Extinction Movement (VHEM) એક્ટિવિસ્ટ પણ કહે છે. એ લોકો ચાઈલ્ડ ફ્રી સમાજની સ્થાપના કરે છે એટલેકે પોતાની ઈચ્છાથી માનવતાનો અંત. રફાઈલ આ વિચાર માટે એક ફેસબુક પેજ પણ બનાવ્યુ છે જ્યાં તે આનો પ્રચાર પ્રસાર કરે છે.

છેડી દીધુ Stop Making Babies આંદોલન

આવા વિચારો ધરાવતા લોકોએ Stop Making Babies નામનું એક આંદોલન છેડી દીધુ છે. આ અંગે આ લોકો 10 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં મહાસભા કરવા જઈ રહ્યા છે. આ લોકોનું માનવુ છે કે બાળકો પેદા કરવા ઘણા કેસોમાં માત્ર સામાજિક દબાણના કારણે જ યોગ્ય માનવામાં આવે છે જ્યારે લોકોએ સમજવુ જોઈએ કે માત્ર તેમની જ નહિ પરંતુ બાળકોની સંમતિ પણ જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X