કોવિડ વૉર્ડમાં શબ મળવા બાબતે સમિતિની રચના, 24 કલાકમાં રિપોર્ટ આપવાનો આદેશ

કોરોના વાયરસથી સંક્રમિત વૉર્ડમાં જ્યાં લોકોનો ઈલાજ ચાલી રહ્યો હતો ત્યાં ઘણા બધા શબ મળવાથી હોબાળો મચી ગયો છે.

કોરોના વાયરસના કારણે દેશમાં સેંકડો લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 50 હજારથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. મુંબઈમાં કોરોના વાયરસથી સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત વૉર્ડમાં જ્યાં લોકોનો ઈલાજ ચાલી રહ્યો હતો ત્યાં ઘણા બધા શબ મળવાથી હોબાળો મચી ગયો છે. ઘટના સામે આવ્યા બાદ સરકાર મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. તમામ શબોનો વીડિયો સામે આવ્યા બાદ બીએમસીએ કહ્યુ છે કે અમે આ સમગ્ર મામલે તપાસ માટે એક સમિતિની રચના કરી છે કે જે 24 કલાકની અંદર પોતાનો રિપોર્ટ આપશે.

mumbai

તમને જણાવી દઈએ કે ભાજપ ધારાસભ્ય નીતિશ રાણેએ ટ્વિટર પર મુંબઈની સાયન હોસ્પિટલનો એક વીડિયો શેર કર્યો છે. સાયન હોસ્પિટલ બૃહદ મુંબઈ મહાનગરપાલિકા હેઠળ આવે છે જ્યાે હજુ શિવસેના બહુમતમાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વૉર્ડમાં ઘણા શબ પડેલા છે. જેમની બાજુમાં દર્દી સૂવા માટે મજબૂર છે. ભાજપ ધારાસભ્ય નીતિશ રાણેએ વીડિયો શેર કરીને લખ્યુ કે સાયન હોસ્પિટલમાં એક દર્દીની બાજુમાં શબ પડેલુ છે. આ બેદરકારીની હદ છે. હોસ્પિટલમાં આ કેવી વ્યવસ્થા છે. તેમણે બીએમસીને ટેગ કરીને લખ્યુ કે આ બહુ જ શરમજનક છે. બીએમસી સૌથી અમીર નિગમ હોવાનો દાવો કરે છે પરંતુ દર્દીની સુરક્ષા પર કોઈ ધ્યાન આપતુ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X