For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં અવરોધ અટક્યો; 10 સાંસદો સસ્પેન્ડ કરાયા

|
Google Oneindia Gujarati News

indian-parliament
નવી દિલ્હી, 23 ઓગસ્ટ : લોકસભામાં બરતરફીના પ્રસ્તાવ અંગે સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો અંત આવ્યો છે. જો કે લોકસભા સ્પીકર મીરા કુમારે આંધ્રપ્રદેશના 10 સાંસદોને ગૃહમાંથી બરતરફ કરી દીધા છે.

તેમાંથી 6 સાંસદો કોંગ્રેસના છે. જ્યારે 4 સાંસદો તેલુગુ દેશમ પાર્ટીના છે. આ સાંસદો પર આરોપ હતો કે તેઓ તેલંગાણા મુદ્દો ઉઠાવીને વારંવાર સંસદની કાર્યવાહીને અવરોધી રહ્યા હતા. જે સાંસદોને બરતરફ કરી દેવામાં આવી રહ્યા છે તેમના નામ આ મુજબ છે.

1. એ સાંઇ પ્રસાદ (કોંગ્રેસ)
2. એન કૃષાતપ્પા (ટીડીપી)
3. એ વેંકટ રમી રેડ્ડી (કોંગ્રેસ)
4. એલ રાજગોપાલ (કોંગ્રેસ)
5. એમ શ્રીનિવાસલુ રેડ્ડી (કોંગ્રેસ)
6. એમ વેણુગોપાલ રેડ્ડી (કોંગ્રેસ)
7. અરૂણકુમાર વુંડાવલી (કોંગ્રેસ)
8. કે નારાયણ રાવ (ટીડીપી)
9. જીવી હર્ષકુમાર (કોંગ્રેસ)
10. એન શિવપ્રસાદ (ટીડીપી)

વાસ્તવમાં શુક્રવારે સરકારે બરતરફ દરખાસ્ત અંગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતા. આ બેઠક લોકસભા સ્પીકર મીરા કુમારે બોલાવી હતી. જો કે પહેલી બેઠકમાં સહમતી બની શકી ન હતી. ત્યાર બાદ સંસદની કાર્યવાહી શરૂ થઇ હતી. તેમાં ફરી હોબાળો થતા કાર્યવાહીની સ્થગિત કરવી પડી હતી. જેના પગલે મીરાકુમારે પોતાના કાર્યલયમાં ફરી એકવાર સર્વપક્ષીય બેઠક બોલાવી.

બેઠક બાદ સરકારે પોતાનો બરતરફીનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો હતો. સંસદીય કાર્યમંત્રી કમલનાથે જણાવ્યું કે મેં દરખાસ્તને મંજૂરી માટે કોઇ દબાણ કર્યું ન હતું. સરકારે દરખાસ્ત પાછી ખેંચી લીધી ત્યાર બાદ અધ્યક્ષ મીરા કુમારે 10 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા. હવે આ સાંસદો સંસદની કાર્યવાહીમાં ભાગ લઇ શકશે નહીં. આ કારણે આશા જન્મી છે કે સોમવારે સંસદ યોગ્ય રીતે વિના અવરોધે ચાલી શકશે

English summary
Deadlock end in Parliament, lok sabha speaker suspends 10 MPs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X