એરિજોનાના જંગલોમાં લાગી આગ, 19ના મોત

fire
હ્યૂસ્ટન, 1 જૂલાઇ: મધ્ય એરિજોનાના યાર્નેલ શહેરના જંગલોમાં લાગેલી ભયંકર આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરતાં ઓછામાં ઓછા 19 ફાયરબ્રિગેડના જવાનોના મોત નિપજ્યાં છે. અમેરિકામાં ચાલી રહેલી ગરમ હવાઓના કારણે આ વિસ્તારના જંગલમાં આગ ફેલાઇ હતી. ફીનેક્સના ઉત્તરમાં આગની લપેટમાંથી લોકોનો જીવ બચાવવાનો તથા યાર્નેલ હિલમાં જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં આ ફાયરબ્રિગેડના જવાનોનું મોત નિપજ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર અંદાજે 500 ઘર આગમાં બળીને ખાખ થઇ ગયા હતા. ઉચ્ચ તાપમાન, ઓછું ભેજનું પ્રમાણ તથા હવાના કારણે આગે બે હજાર એકર વિસ્તારને પોતાની ઝપેટમાં લઇ લીધો છે. યાર્નેલ હિલ તથા પીપલ્સ વેલીના નિવાસીઓને આગના કારણે ઘરમાંથી નિકાળીને સુરક્ષિત સ્થળો પર લઇ જવા પડ્યા છે. અધિકારીઓએ આગ ચેતાવણી સંબંધી વેબસાઇટ પર આ જાણકારી આપી હતી.

એરિજોના વન વિભાગના પ્રવક્તા માઇક રિસલિંગે જણાવ્યું હતું કે લગભગ 200 ફાયરબ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સંઘીય વહિવટી તંત્રને આગ પર કાબૂ મેળવવા માટે વધુ દળ પહોંચવાની આશા છે. અમેરિકી ફાયર બ્રિગેડ અનુસાર વર્ષ 2013માં તાજેતરની ઘટના પહેલાં અત્યાર સુધી 43 ફાયરબ્રિગેડના જવાનોના મોત નિપજ્યાં છે. ગત વર્ષે ફરજ દરમિયાન 83 ફાયરબ્રિગેડના જવાનોના મોત નિપજ્યાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X