ધૂલેમાં બબાલ: પોલીસ ગોળીબારમાં 4ના મોત, 150 ઘાયલ

એક હોટલમાં નાની અમથી વાતને લઇને હિંસા શરૂ થઇ ગઇ જે માચિબાજાર અને માધવપૂરા વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારની રાત્રે જણાવ્યું કે માધવપૂરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસક મારામારી શરૂ થઇ ગઇ.
ઘટનાના પગલે પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. જેમાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર હિંસામાં 48 પોલીસ જવાનો ઘાયલ થઇ ગયા. એક પોલીસ જવાન સહિત બે વ્યક્તિઓની હાલત ગંભીર છે.
અધિકારીઓએ જણાવ્યું કે સંઘર્ષનું કારણ ચાર લોકોના સમૂહે હોટલનું બીલ ભરવાનો ઇનકાર કરી દીધો, જેના કારણે હોટલના કર્મચારીઓએ તેમને ફટકાર્યા જોકે આ લોકો ત્યારે તો હોટલમાંથી જતા રહ્યા પરંતુ બાદમાં મોટી સંખ્યામાં લોકોના ટોળાને લઇને આવી પહોંચ્યા અને વાત હિંસામાં ફેરવાઇ ગઇ હતી. જોકે આ બાબતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને ગૃહમંત્રી આર.આર પાટિલે શાંતિ જાળવવાની અપિલ કરી છે.












Click it and Unblock the Notifications
