For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડી-બ્રિફિંગ પુરી, પરંતુ અભિનંદનને ડ્યુટી નહીં મળી, જાણો કારણ

ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનની ડી-બ્રિફિંગ પુરી થઇ ગઈ છે. ત્યારપછી તેમને ત્રણ અઠવાડિયાની સિક લિવ પર મોકલવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનની ડી-બ્રિફિંગ પુરી થઇ ગઈ છે. ત્યારપછી તેમને ત્રણ અઠવાડિયાની સિક લિવ પર મોકલવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન એરફોર્સના સુત્રોથી ન્યુઝ એજેન્સી એએનઆઈ ઘ્વારા આ મામલે જાણકારી આપવામાં આવી. વિંગ કમાન્ડરની બ્રીફિંગમાં એરફોર્સ સહીત બીજી પણ કેટલીક એજેન્સીઓ શામિલ હતી. વિંગ કમાન્ડર અભિનંદને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની એરફોર્સ ઘ્વારા કરવામાં બાલાકોટ હવાઈ હુમલાની જવાબી કાર્યવાહીમાં મિગ-21 વિમાનથી પાકિસ્તાનનું એફ-16 વિમાન તોડી પાડ્યું હતું.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં પણ વિંગ કમાન્ડર અભિનંદનનો જય જયકાર

ડોક્ટરોએ રજાની સલાહ આપી

ડોક્ટરોએ રજાની સલાહ આપી

સૂત્રો ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના ડોક્ટરોની સલાહ પર અભિનંદનને સિક લિવ પર મોકલવામાં આવ્યા છે. 26 ફેબ્રુઆરીએ ઇન્ડિયન એરફોર્સે બાલાકોટના જેશ-એ-મોહમ્મદ અડ્ડાઓને નિશાનો બનાવ્યા હતા. આ આખા મિશનને મિરાજ-2000 ઘ્વારા અંઝામ આપવામાં આવ્યું હતું. બીજા જ દિવસે પાકિસ્તાની જેટ પણ ભારતીય સીમમાં ઘુસી આવ્યા હતા.

ડૉગફાઈટમાં એફ-16 તોડી પાડ્યું

ડૉગફાઈટમાં એફ-16 તોડી પાડ્યું

પાછલા બુધવારે જમ્મુ અને કાશ્મીરના આકાશમાં ડૉગફાઈટ થઈ હતી. જેમાં વિંગ કમાન્ડરે એફ-16ને તોડી પાડ્યું હતું. પરંતુ આ દરમિયાન તેમના બાયસન એરક્રાફ્ટ પર પણ કેટલા હુમલા થયા. એફ-16ના પાયલટે ચારથી પાંચ એમરામ મિસાઈલ દાગી હતી અને આ મિસાઈલોના નિશાન સુખોઈ-30 અને મિગ-21 બાયસન એરક્રાફ્ટ હતા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમણે 27મી ફેબ્રુઆરીએ ભારત વિરુદ્ધ એફ-16 ફાઈટર જેટ્સનો ઉપયોગ નથી કર્યો.

પાકિસ્તાની સેનાએ અભિનંદનને યાતનાઓ આપી

પાકિસ્તાની સેનાએ અભિનંદનને યાતનાઓ આપી

અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે વિંગ કમાંડરને સૂવા પણ દીધા નહોતા. ઘણી વાર તો તેમને પાકિસ્તાનની સેનાના જવાનોએ પણ પીટ્યા. જે સમયે તે પાક સેનાના કબ્જામાં હતા તે સમયે ઘણા કલાકો સુધી તેમને ઉભા રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા. ઘણા મોટા અવાજમાં મ્યૂઝિક વગાડવામાં આવતુ હતુ જેનાથી તે કન્ફ્યુઝ થઈ જાય અને તેમને અસુવિધા થાય. પાક અધિકારીઓએ તેમને એ ફ્રિકવન્સી વિશે માહિતી જાણવાની કોશિશ કરી જેનો ઉપયોગ આઈએએફ મેસેજ મોકલવા, ફાઈટર જેટ્સને ડિપ્લોય કરવા અને લોજિસ્ટિકલ અરેન્જમેન્ટ્સ માટે કરે છે.

ઘાયલ વિંગ કમાંડર કલાકો સુધી ઉભા રહેવા માટે મજબૂર

ઘાયલ વિંગ કમાંડર કલાકો સુધી ઉભા રહેવા માટે મજબૂર

જે સમયે અભિનંદન ઈજેક્ટ થઈને પીઓકેમાં પડ્યા તેના શરૂઆતના કલાકોમાં તેમનો કોઈ પણ ઈલાજ કરવામાં આવ્યો નહોતો. તેમને કલાકો સુધી ઉભા રાખવામાં આવતા હતા. તેમને એ હદે હેરાન કરવામાં આવ્યા હતા કે ક્યારેક તો શ્વાસ પણ નહોતા લઈ શકતા. ત્યાં સુધી કે પાક સેનાના જવાનોએ પણ તેમને પીટ્યા હતા. પાકે આ બધુ વિંગ કમાંડર અભિનંદન પાસેથી ગુપ્ત માહિતી મેળવવા માટે કર્યુ. વિંગ કમાંડર અભિનંદન આનાથી બિલકુલ ન તૂટ્યા અને તેમણે દેશનો એક પણ રાઝ દુશ્મના હાથ ન લાગવા દીધો.

English summary
Debriefing of Wing Commander Abhinandan Varthaman is over and he has been sent for 3 weeks sick leaves
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X