ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હાઇકોર્ટે હાર્દિક પટેલ સામેની રાજદ્રોહની ફરિયાદ કરી રદ્દ

હાઇકોર્ટે હાર્દિક પટેલ સામેની રાજદ્રોહની ફરિયાદ કરી રદ્દ

ગુજરાત હાઇકોર્ટે કરી હાર્દિક પટેલ સામેની રાજદ્રોહની ફરિયાદ રદ્દ. નોંધનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા પાટીદાર અનામત આંદોલનના કન્વીર હાર્દિક પટેલ સમક્ષ રાજદ્રોહની ફરિયાદ નોંધાવામાં આવી હતી. જે પર હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે પોલિસ ઇચ્છે તો રાજદ્રોહ અને ષડયંત્રની તપાસ કરી શકે છે. જે પછી જ ગુનો દાખલ થશે. ત્યારે આ સમાચારથી પાટીદારોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.

2જી ડિસેમ્બરે થશે ચૂંટણીના પરિણામ જાહેર, તૈયારીઓ શરૂ

2જી ડિસેમ્બરે થશે ચૂંટણીના પરિણામ જાહેર, તૈયારીઓ શરૂ

મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂટંણીના પરિણામ ગઇ કાલે એટલે કે 2જી ડિસેમ્બરના રોજ જાહેર થશે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા મત ગણતરીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યું છે પહેલા મહિલા ઉમેદવાર પછી અનામત અને ત્યારબાદ સામાન્ય ઉમેદવારના ક્રમે પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે કાલે આનંદીબેન અને ભાજપની જીત થશે કે પછી પાટીદારો અને ક્રાંગ્રેસની તે ખબર પડશે.

બનાસડેરીમાં શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા

બનાસડેરીમાં શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા

સોમવારે પાલનપુરમાં બનાસડેરીની ચૂંટણીના ફોર્મની ચકાસણી કલેક્ટર કચેરી ખાતે હાથ ધરાઇ હતી. બનાસડેરીની ચૂંટણીની જાહેરાત બાદ 62 ઉમેદવારોમાંથી કેટલાકના ફોર્મ રદ્દ થતા તથા રાધનપુર મતદાન મંડળમાંથી ખાલી શંકરભાઇ ચૌધરીનું જ ઉમેદવારીપત્ર માન્ય રખાતા તેમની બિનહરીફ ઉમેદવારી નિશ્ચિત થઇ છે.

નવસારી પાસે ગૌમાંસ ભરેલી ટ્રક પકડાઇ

નવસારી પાસે ગૌમાંસ ભરેલી ટ્રક પકડાઇ

નવસારીના નેશનલ હાઇવે 8 પરથી ગૌરક્ષકોએ આઠ હજાર કિલો ગૌમાંસ ઝડપી પાડ્યો છે. જો કે ટ્રકમાં સવારે બે લોકો ભાગવામાં સફળ રહ્યા છે. આ ગૌમાંસ મુંબઇ લઇ જવામાં આવી રહ્યું હતું. ત્યારે પોલિસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં રાષ્ટ્રપતિનો બીજી દિવસ, અમદાવાદની મુલાકાતે

ગુજરાતમાં રાષ્ટ્રપતિનો બીજી દિવસ, અમદાવાદની મુલાકાતે

ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે તેમના પ્રવાસના બીજા દિવસે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અને વૃક્ષારોપણ અને પૃષ્પાજંલિના કાર્યક્રમ બાદ ગાંધી આશ્રમમાં બનેલા રિસર્ચ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. સાથે જ ગુજરાત વિદ્યાપીઠના 62માં પદવીદાન સમારંભમાં પણ હાજરી આપી હતી.

ગંદકી ગલીઓમાં નહીં પણ લોકોના મનમાં છે: રાષ્ટ્રપતિ

ગંદકી ગલીઓમાં નહીં પણ લોકોના મનમાં છે: રાષ્ટ્રપતિ

અમદાવાદમાં સાબરમતી આશ્રમનું મુલાકાત વખતે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અસહિષ્ણુતાના મુદ્દે બોલતા કહ્યું કે ગંદકી ગલીઓ કરતા લોકોના મગજમાં વધારે છે જેને સાફ કરવી જરૂરી છે. તેમણે કહ્યું કે એક અહિંસક સમાજ જ દેશમાં પ્રગતિ કરાવી શકે છે.

ચેન્નઇમાં ભારે વરસાદ, સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત

ચેન્નઇમાં ભારે વરસાદ, સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત

ચેન્નઇમાં ભારે વરસાદના કારણે આજે પણ સ્કૂલો અને કોલેજોને બંધ રાખવામાં આવી છે. રસ્તામાં ઠેર ઠેર જળબંબાકાર હોવાથી સામાન્ય જનજીવનને માઠી અસર થઇ છે.

9માં ધોરણની છોકરીએ સ્કૂલની ટોયલેટ આપ્યો બાળકને જન્મ

9માં ધોરણની છોકરીએ સ્કૂલની ટોયલેટ આપ્યો બાળકને જન્મ

હૈદરાબાદની એક સરકારી સ્કૂલમાં નવમી ક્લાસમાં ભણતી વિદ્યાર્થીનીએ સ્કૂલના બાથરૂમમાં એક બાળકને જન્મ આપ્યો. ત્યારે આટલા સમય સુધી કેવી રીતે શિક્ષકો અને પરિવારજનોને આ વાતની ખબર ના પડી તે વિષે નવાઇની વાત છે. જો કે હાલ તો સ્થાનિક પોલિસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X