પોલીસનો દાવો: દિપક ભારદ્વાજ હત્યાકેસમાં 'સ્વામીજી'નો હાથ

સૂત્રોના જણાવ્યા અનુસાર બે કથિત શાર્પશુટર સુનીલ માન તથા પુરૂષોત્તમ રાણા દ્રારા મળેલી માહિતીના આધારે કરવામાં આવેલી તપાસના આધારે તેમને આ આધ્યાત્મિક ગુરૂ અંગે જાણ થઇ. પોલીસને પુછવામાં આવ્યું હતું કે શું તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પોલીસ ઉપાયુક્ત (દક્ષિણ)એ જણાવ્યું હતું કે ધરપકડ કરવામાં આવી નહી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આધ્યાત્મિક ગુરૂ પાસે ઘણી જમીન છે જે તેમને કથિત રીતે વિભિન્ન માધ્યમોથી પ્રાપ્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું આ આધ્યાત્મિક ગુરૂની જમીન મુદ્દે દિપક ભારદ્વાજ સાથે માથાકુટ થઇ હતી. કહેવામાં આવે છે કે આ સ્વામીજી બહાદુરગઢના છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હત્યારાઓને પહેલાં હથિયાર, કાર વગેરે ખરીદવા માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા. બાકીના રૂપિયા હત્યા બાદ આપવાના હતા. સૂત્રોને જણાવ્યું હતું કે પોલીસે રાકેશ મલિક નામના વ્યક્તિ માટે 'લુકઆઉટ સર્કુલર' જાહેર કર્યું હતું જેને હત્યારાઓ સાથે દિપક ભારદ્વાજની હત્યા માટે સંપર્ક કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દિપક ભારદ્વાજની 26 માર્ચના રોજ દક્ષિણ દિલ્હીના રજોકરી સ્થિત તેમના ફાર્મહાઉસમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
