Deepfake Video: નિર્મલા સીતારમણનો ડીપફેક વીડિયો વાયરલ, પોલીસે નોંધી FIR
Deepfake Video: નિર્મલા સીતારમણનો ડીપફેક વીડિયો શેર કરવો મોંઘો સાબિત થયો છે. પોલીસે વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી ગુજરાત પોલીસે GST પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો ડીપફેક વીડિયો શેર કરનાર ચિરાગ પટેલ વિરુદ્ધ FIR નોંધી છે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિર્દેશ પર કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. ડીપફેક વીડિયો ક્લિપમાં, સીતારમણ મીડિયા સાથે વાત કરતા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને ગોપનીય માહિતી કર કહેતા જોવા મળે છે.
ડીપફેક વીડિયો ક્લિપમાં, સીતારમણ જણાવી રહ્યા છે કે, આ અમારી ગોપનીય માહિતી છે કે, અમે GST થી કેટલો ટેક્સ કમાયો છે. તેથી ડેટા રીલીઝ કરી શકતા નથી. કારણ કે, Jio ઈન્ટરનેટ ધીમું થઈ ગયું છે.
આ વખતે જુલાઈમાં તમામ ડેટા ધોવાઈ ગયા છે, અને તમામ ડેટામાં છિદ્રો છે. અમે તે છિદ્ર માટે દિલગીર છીએ. આ વીડિયો 8 જુલાઈએ શેર કરવામાં આવ્યો હતો.

વીડિયોમાં સીતારમણ શું કહ્યું? - સીતારમણને અંગ્રેજીમાં કહેતા સાંભળી શકાય છે કે, તમારે બધાએ સરકારની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ. GSTની 7મી વર્ષગાંઠ પર, હું જાહેરાત કરું છું કે, કેન્દ્ર સરકાર તેનો ડેટા જાહેર કરશે નહીં. કારણ કે, આ અમારો વ્યવસાય છે, અમે કોઈ એકાઉન્ટ અથવા જવાબદારી બતાવીશું નહીં.
પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તમારી પાસે બે ભેંસ હશે તો કોંગ્રેસ એક લેશે, તેથી સરકાર કહે છે કે, તમારી પાસે બે પૈસા હશે, તો અમે જીએસટીના નામે બંને લઈશું. કારણ કે GST દેશના વિકાસ તરફ દોરી જાય છે. તમે કોંગ્રેસને એક ભેંસ અને વિકાસને બે ભેંસ આપી શકો છો.
ચિરાગ પટેલ અમેરિકામાં રહે છે - ચિરાગ પટેલે પોતાના એક્સ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. એક્સ પ્રોફાઈલ મુજબ પટેલ અમેરિકામાં રહે છે.
આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા, ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નાગરિકોને ગેરમાર્ગે દોરવા માટે ડીપ ફેક વીડિયો ફેલાવવાનું આ ભ્રામક કૃત્ય ઘૃણાજનક છે. આ ડીપ ફેક વીડિયો ફેલાવવા બદલ ગુજરાત પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણે આવી છેડછાડની યુક્તિઓનો શિકાર ન થવા જોઈએ, અને આપણી ડિજિટલ સ્પેસમાં સત્ય અને જવાબદારીને પ્રાથમિકતા આપીએ. સાથે મળીને, આપણે ખોટી માહિતીનો સામનો કરી શકીએ છીએ, અને લોકોના વિશ્વાસનું રક્ષણ કરી શકીએ છીએ.
This deceptive act of spreading deep fake videos to mislead citizens is abhorrent.
— Harsh Sanghavi (@sanghaviharsh) July 9, 2024
Gujarat police have registered an FIR against this person for spreading this deep fake video.
Trying to mislead citizens Let's not fall prey to such manipulative tactics and prfioritize truth… pic.twitter.com/0DkAt04YaW
નોંધનીય છે કે, આ વીડિયોમાં મહિલા ટ્વિટર યુઝર ગરિમા દ્વારા ઓરિજિનલ વીડિયો પર નાણામંત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો છે. ડીપ ફેક વીડિયો વાઈરલ થયા બાદ ગરિમાએ પણ તેના પર પ્રતિક્રિયા આપી અને X પર લખ્યું હતું કે, હાય ઓલ! મહેરબાની કરીને નોંધ કરો કે, આ મારો મૂળ વીડિયો છે. કેટલાક લોકો દ્વારા મારા નામે એક હેરાન કરનાર AI વીડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. હું તમને બધાને વિનંતિ કરીશ કે મૂળ વીડિયો શેર કરો અને મોર્ફ કરેલા નહીં. કારણ કે, મેં કોઈને પણ મારા વીડિયોનો ઉપયોગ કરવા અને તેને ડિજિટલી બદલવા માટે અધિકૃત કર્યા નથી. (અમારી કોઈ બ્રાંચ નથી).
ડીપ ફેક વીડિયો -
GST को गोपनीय रखने के पीछे का कारण स्वयं वित्त मंत्री से सुनिए। pic.twitter.com/MYOgwfTtO0
— Chirag Patel (@tuvter) July 8, 2024












Click it and Unblock the Notifications
