દુનિયાની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાં દીપિકા પાદુકોણ સામેલ, એક રિસર્ચમાં મોટો ખૂલાસો

ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણ તેની લાજવાબ એક્ટિંગ અને કમાલની ખૂબસૂરતી માટે જાણીતી છે. હવે તેને દુનિયાની 10 સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાં સામેલ કરવામાં આવી છે.

દીપિકા પાદુકોણ બહુ જલ્દી અજય દેવગણ સાથે સિંઘમ અગેઇનમાં જોવા મળશે. આમાં તે લેડી સિંઘમના રોલમાં છે.

Deepika Padukone

જણાવી દઈએ કે, હાલમાં જ એક નવા અભ્યાસમાં પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડૉ. જુલિયન ડી સિલ્વાએ ગ્રીક ગોલ્ડન રેશિયોના આધારે વિવિધ અભિનેત્રીઓના ચહેરાનું એનાલિસિસ કરીને એક યાદી જારી કરી છે.

આમાં ચહેરાની સમપ્રમાણતા અને સુંદરતાને માપવા માટેનું એક જૂનું ગાણિતિક સૂત્ર કિલિંગ ઈવ ઉપયોગમાં લેવાયુ છે. આમાં જોડી કોમર ટોપ પર છે.

દીપિકા પાદુકોણ એકમાત્ર ભારતીય અભિનેત્રીએ ટોપ 10માં પોતાનું સ્થાન બનાવ્યું છે. દીપિકાએ 91.22% સ્કોર સાથે 9મું સ્થાન મેળવ્યું છે. આ સ્કોર તેના ચહેરાનું સંતુલન અને સુંદરતા દર્શાવે છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે જે ચહેરાઓનું માપ ગોલ્ડન રેશિયો મુજબ હોય તે ચહેરા વધુ આકર્ષક માનવામાં આવે છે. દીપિકાની સુંદરતા માત્ર તેની ફિલ્મી ભૂમિકામાં જ નહીં પરંતુ તેના વાસ્તવિક જીવનમાં પણ લોકોને પ્રભાવિત કરે છે.

બીજી તરફ હેન્ડસમ પુરુષોની યાદીમાં શાહરૂખ ખાને 86.76%ના સ્કોર સાથે 10મું સ્થાન મેળવ્યું છે. આમાં તે એકમાત્ર ભારતીય અભિનેતા છે. શાહરૂખ ખાનને ઘણીવાર વિશ્વના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાં ગણવામાં આવે છે અને હવે આ અભ્યાસે વૈજ્ઞાનિક માન્યતા આપી છે.

જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણે પોતાના અભિનયથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. હવે તે અજય દેવગન સાથે સિંઘમ અગેઇનમાં જોવા મળશે. આમાં તે લેડી સિંઘમના રોલમાં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X