For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ મંદિર જશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે. માહિતી અનુસાર આજે તે અમરનાથ મંદિરના દર્શન કરવા માટે જશે. આ પહેલા શુક્રવારે સંરક્ષણ મંત્રી લદ્દાખના પ્રવાસ પર ગયા હતા. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને થલ ભૂમિદળના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ તેમની સાથે હાજર રહ્યા હતા. સંરક્ષણ મંત્રીએ અહીં એલએસી પર સુરક્ષાની સ્થિતિનુ નિરીક્ષણ કર્યુ અને જવાનોને સંબોધિત કરીને રાજનાથ સિંહે કહ્યુ કે રાષ્ટ્રીય સ્વાભિમાન સૌથી ઉપર હોય છે. આપણે આપણા રાષ્ટ્રીય સ્વાભિમાન સાથે સમજૂતી ન કરી શકીએ.

rajnath singh

જવાનોને સંબોધિત કરીને રાજનાથ સિંહે કહ્યુ કે જો કોઈએ આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાની કોશિશ કરી તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. આજે તમને મળીને મને ખુશી થઈ રહી છે અને મનમાં એક પીડા પણ છે, હાલમાં જ ભારત અને ચીના સૈનિકો વચ્ચે જે થયુ તેમાં આપણા અમુક જવાનોએ પોતાનુ બલિદાન આપીને પોતાની સીમાની રક્ષા કરી. તેમને ગુમાવવાનુ દુઃખ અને તમને મળવાની ખુશી છે. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છુ.

રાજનાથ સિંહે કહ્યુ કે ભારત અને ચીનની સેનાના જવાનો વચ્ચે હાલમાં જે કંઈ પણ થયુ તેમાં હું એ કહી શકુ છે કે તમે લોકોએ માત્ર ભારતની સીમાની સુરક્ષા જ નથી કરી પરંતુ 130 કરોડ ભારતવાસીઓના સમ્માનની સુરક્ષા પણ કરી છે. આપણે અશાંતિ નથી ઈચ્છતા, શાંતિ ઈચ્છીએ છીએ. આપણે ક્યારેય દુનિયાના કોઈ દેશના સ્વાભિમાન પર ઠેસ પહોંચાડવાની કોશિશ નથી કરી પરંતુ જો દુનિયાની કોઈ તાકાત આપણા સ્વાભિમાન પર ઠેસ પહોંચાડવાની કોશિશ કરશે તો આપણે કોઈ પણ સ્થિતિમાં તેેને સહન નહિ કરીએ.

શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહ્યુ છે એનકાઉન્ટર, 3 આતંકી ઠારશોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહ્યુ છે એનકાઉન્ટર, 3 આતંકી ઠાર

English summary
Defence minister minister Rajnath Singh to visit Amarnath Temple in Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X