Dehradun cloud burst : દેહરાદૂનના સહસ્ત્રધારામાં વાદળ ફાટ્યુ, તબાહીમાં 2 લોકો લાપતા
Dehradun cloud burst : ઉત્તરાખંડના દેહરાદૂનમાં કુદરતી આફત ત્રાટકી છે. અહીં સહસ્ત્રધારા નજીક આવેલા કાર્લીગઢમાં અચાનક વાદળ ફાટવાથી ભારે તબાહી મચી છે.
આ ઘટનાને કારણે નદીઓમાં પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે, અને અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

અહેવાલો અનુસાર, સલોના રોડને ભારે નુકસાન થયું છે અને તે સંપૂર્ણપણે તૂટી ગયો છે. આ કુદરતી આપત્તિના કારણે લોકોમાં ભયનો માહોલ છે અને રાત્રે પણ લોકો રસ્તાઓ પર સુરક્ષિત જગ્યાએ આશરો લેતા જોવા મળ્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પાણીના પ્રવાહમાં ઘણી હોટલ અને રિસોર્ટ પણ તણાઈ ગયા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ કાર્ય માટે SDRF અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
જણાવી દઈએ કે, આ ચોમાસામાં વાદળ ફાટવાની પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચુકી છે અને ઘણા લોકોના જીવ ગયા છે.












Click it and Unblock the Notifications
