For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની હવામાં ઝેર, 60 ટકા લોકોને શ્વાસની સમસ્યા

દેશની રાજધાનીમાં જે રીતે હવાનું પ્રદુષણ વધી રહ્યું છે. તેને કારણે લોકોનું જનજીવન ઘણું અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાનીમાં જે રીતે હવાનું પ્રદુષણ વધી રહ્યું છે. તેને કારણે લોકોનું જનજીવન ઘણું અસ્તવ્યસ્ત થઇ ગયું છે. એટલું જ નહીં પરંતુ હાલત એટલી ખરાબ છે કે લોકોનું શ્વાસ લેવું પણ જોખમી છે. અહીંના ડોક્ટરોએ દિલ્હીની હાલત જોતા કટોકટી જાહેર કરી દીધી છે હાલની પરિસ્થિતિ સામે લડવા માટે ડોક્ટરો અને હોસ્પિટલોએ કમર કસી લીધી છે અને વધારે મેડિકલ સ્ટાફ ગોઠવી દીધો છે, જેને કારણે તેઓ વધારેમાં વધારે બીમાર લોકોનો ઉપચાર કરી શકે.

આ પણ વાંચો: ચીન પાસેથી શીખે દિલ્હી, ચીને બનાવ્યું છે વિશ્વનું સૌથી મોટું એર પ્યોરીફાયર ટાવર

દર્દીઓની સંખ્યા વધી

દર્દીઓની સંખ્યા વધી

ડોક્ટરો અનુસાર ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં 60 ટકા જેટલો વધારો થયો છે. હોસ્પિટલ પહોંચી રહેલા આ લોકોને શ્વાસ લેવામાં તકલીફ છે. શહેરના બધા જ ડોક્ટરોનું કહેવું છે કે આ રાષ્ટ્રીય કટોકટી છે. હવામાં ભેળવાઈ રહેલા ઝેર સામે લડવાની જરૂર છે. તેના માટે મજબૂત રાજનૈતિક ઈચ્છા શક્તિની જરૂર છે.

લોકોને શ્વાસ લેવામાં તકલીફ

લોકોને શ્વાસ લેવામાં તકલીફ

શહેરની બધી જ મેડિકલ સંસ્થાનો ઘ્વારા દિલ્હીની હવાને ઝેરી ગણાવતા કહ્યું કે તે લોકોના સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. લોકોને અસ્થમા જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે સાથે શ્વાસ લેવામાં તકલીફ અને નિમોનિયા જેવી ગંભીર બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ એટલી ખબર છે કે હોસ્પિટલમાં આઈસીયુમાં શ્વાસ સાથે જોડાયેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. એવામાં દિવાળીના જશ્ન પછી વધારે લોકોની તબિયત બગડે તો સ્થિતિ ઘણી ખરાબ થઇ શકે છે.

હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા

હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા

એમ્સમાં પલ્મનરી વિભાગના હેડ ડોક્ટર અનંત મોહન ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઓપીડીમાં 50 ટકાથી વધારે દર્દીઓ શ્વાસ સાથે જોડાયેલી ગંભીર બીમારીથી પીડાય છે. અમારા પલ્મનરી વિભાગમાં દર્દીઓની સંખ્યા આઇસીયુમાં પુરી રીતે ભરાઈ ચુકી છે. તેમને કહ્યું કે અમે દરેક દર્દીનો ઉપચાર કરવાનો પ્રત્યન કરી રહ્યા છે.

English summary
Delhi: 60 per cent people suffering from respiratory diseases says doctors
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X