For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલિકની હત્યા કરીને શબ ફ્રિઝમાં લઈ જતા નોકરનો સનસનીખેજ ખુલાસો, આ હતુ પ્લાનિંગ

સાઉથ દિલ્લીના ગ્રેટર કૈલાશમાં થયેલા 91 વર્ષના વૃદ્ધના અપહરણ અને હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

સાઉથ દિલ્લીના ગ્રેટર કૈલાશમાં થયેલા 91 વર્ષના વૃદ્ધના અપહરણ અને હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં નોકર સહિત 5 જણની ધરપકડ કરવામાં આવી છે. પોલિસ પૂછપરછમાં આરોપી નોકરે જણાવ્યુ કે તે ખોસલાના ગુસ્સાથી કંટાળી ગયો હતો. વળી, વૃદ્ધની હત્યા મામલે નોકરે સનસનીખેજ ખુલાસો કર્યો છે જેણે પોલિસના હોશ ઉડાવી દીધા છે.

પૈસા લઈને બિહાર ભાગવા ઈચ્છતો હતો આરોપી

પૈસા લઈને બિહાર ભાગવા ઈચ્છતો હતો આરોપી

પૂછપરછમાં આરોપી નોકર કિશને જણાવ્યુ કે 50 લાખ રૂપિયા માટે વૃદ્ધને મોતનો ઘાટ ઉતાર્યા હતા. વાસ્તવમાં નોકરની યોજના હતી કે પૈસા લઈને તે ફ્લાઈટથી બિહાર ભાગી જેશે પરંતુ તે પોતાની ઈચ્છામાં સફળ થઈ શક્યો નહિ અને પકડાઈ ગયો. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સોમવારે રાતે ગ્રેટર કૈલાશ નિવાસી કૃષ્ણ ખોસલાની તેમના નોકર કિશને ગળુ દબાવી હત્યા કરી દીધી હતી.

ફ્રિઝમાં રાખીને કેમ લઈ ગયો શબ?

ફ્રિઝમાં રાખીને કેમ લઈ ગયો શબ?

પોલિસથી બચવા માટે તેણે ફ્રિઝમાં શબને નાખ્યુ અને સાથીની મદદથી સંગમ વિહાર લઈ ગયો. આરોપીઓએ આવુ એટલા માટે કર્યુ જેથી કોઈને શંકા ન જાય અને શબની દૂર્ગંધ પણ ન ફેલાય. નોકર કિશન લગભગ એક મહિનાથ દંપત્તિને લૂંટવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. પોલિસ પૂછપરછમાં આરોપી નોકરે જણાવ્યુ કે તે ખોસલાના ગુસ્સાથી કંટાળી ગયો હતો એટલા માટે તેણે લૂંટફાટનુ ષડયંત્ર રચ્યુ. તે અમીર બનવા ઈચ્છતો હતો.

આ પણ વાંચોઃ ટાઈગર શ્રોફઃ એક ભૂલના લીધે ઘરનું ફર્નિચર વેચવુ પડ્યુ, જમીન પર સૂઈને રાત પસાર કરીઆ પણ વાંચોઃ ટાઈગર શ્રોફઃ એક ભૂલના લીધે ઘરનું ફર્નિચર વેચવુ પડ્યુ, જમીન પર સૂઈને રાત પસાર કરી

શું હતુ નોકરનુ પ્લાનિંગ?

શું હતુ નોકરનુ પ્લાનિંગ?

નોકરે યોજના બનાવી હતી કે તે વૃદ્ધની હત્યા કરીને શબને એલ-બ્લોક, ચર્ચ કોલોની સંગમ વિહાર સ્થિત ઘરમાં દફન કરી દેશે. ત્યારબાદ તે 50 લાખ ખંડણી માંગશે. જેવી ખંડણીની રકમ હાથમાં આવશે તે બિહાર ભાગી જશે. કિશને પોતાનો મોબાઈલ પહેલેથી જ બંધ કરી દીધો હતો. વૃદ્ધ દંપત્તિને નશીલો પદાર્થ પિવડાવીને નોકરે બેભાન કરી દીધા હતા. વૃદ્ધ મહિલા તો બેભાન થઈ ગયા પરંતુ કૃષ્ણ ખોસલા ભાનમાં હતા જેને નોકરે સાથીઓ સાથે મળીને ગળુ દબાવીને મારી દીધા અને પછી લાશને ફ્રિઝમાં મૂકીને ઘરની બહાર લઈ ગયા.

પોલિસ વેરિફિકેશન નહોતુ કરાવ્યુ

પોલિસ વેરિફિકેશન નહોતુ કરાવ્યુ

શબને લઈ ગયા બાદ ખંડણી માંગે તે પહેલા જ પોલિસની ટીમે ચાર અન્ય સાથીઓ સાથે તેને પકડી લીધો. આરોપી નોકર વિશે જણાવવામાં આવ્યુ કે ખોસલા દંપત્તિએ તેને લગભગ દોઢ વર્ષ પહેલા ઘરેલુ સહાયકના કામ પર રાખ્યો હતો. પડોશીના ત્યાં કામ કરનાપ મોહિતના કહેવા પર તેને પોતાના ત્યાં રાખ્યો હતો. પરંતુ ખોસલા દંપત્તિએ તેનુ પોલિસ વેરિફિકેશન કરાવ્યુ નહોતુ.

English summary
delhi: 91 years old murdered, stuffed in refrigerator, surprising facts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X