For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદિત પોસ્ટર લગાવવા બદલ આપ નેતા દિલીપ પાંડેની ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જુલાઇઃ વિવાદિત પોસ્ટર લગાવવાના આરોપસર આમ આદમી પાર્ટીના નેતા અને પ્રવક્તા દિલીપ પાંડેની પોલીસે ધરપકડ કરી છે. દિલીપ પાંડે સહિત ચાર અન્ય લોકોની પણ શુક્રવારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય આસિફ મોહમ્મદે દિલીપ પાંડે વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટર લગાવવાની ફરિયાદ કરી હતી. ધરપકડ કરવામાં આવેલા દિલીપ પાંડેને જામિયાનગર પોલીસ સ્ટેશન પર રાખવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છેકે ઓખલા નિવાસી અમાનતુલ્લાહ ખાને પોસ્ટર લગાવવાની જવાબદારી સ્વીકારી છે. તેવામાં દિલીપ પાંડેની ધરપકડ શા માટે કરવામાં આવી? તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.

dilip-pandey
પોલીસ ઉપાયુક્ત(દક્ષીણ પૂર્વ જિલ્લો) પી કરુણાકરણે કહ્યું છેકે ધરપકડ કરવામા આવેલા લોકોની ઓળખ દિલ્હી એકમના સચિવ અને પાર્ટી પ્રવક્તા દિલીપ પાંડે તથા કાર્યકર્તા રવિશંકર સિંહ, સોનૂ, જાવેદ અને રાજકુમારના રૂપમાં કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, પાંડેની જામિયાનગર પોલીસ મથકે પૂછફરછ કરવામાં આવી રહી છે. ધરપકડ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યા છેકે ભાજપ તેમની પાર્ટીના કાર્યકર્તાઓને ફંસાવી રહી છે, કારણ કે તે સરકાર બનાવવાના પ્રયાસોમાં નિષ્ફળ રહી છે.

આપ પ્રવક્તા દિલીપ પાંડે પર આરોપ છેકે તેમના કાર્યકર્તાઓએ કોંગ્રેસ ધારાસભ્ય આસિફ મોહમ્મદ વિરુદ્ધ વિવાદિત પોસ્ટર લગાવ્યા છે. કોંગ્રેસ ધારાસભ્યે પોલીસમાં ફરિયાદ કરી હતી કે આપ દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટર્સથી બે સમુદાયો વચ્ચે કટૂતા વધી શકે છે. પાર્ટી નેતા મનીષ સિસોદિયાએ આરોપ મુક્યા છેકે દિલ્હી પોલીસ ભાજપના દબાણમાં કામ કરી રહી છે.

સિસોદિયાએ કહ્યું કે, આ પોસ્ટર્સ સાથે આમ આદમી પાર્ટીને કંઇ લાગતું વળગતું નથી. તેમણે કહ્યું કે, પોસ્ટર પર આમ આદમી પાર્ટીનું નામ પણ લખેલું નથી. તેવામાં પાંડેની ધરપકડ શા માટે કરવામાં આવી? સિસોદિયાએ કહ્યું કે, દિલીપ પાંડેની ધરપકડ ભાજપના ઇશારે કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય આસિફ મોહમ્મદ ખાને કહ્યું કે આ પોસ્ટર્સની ભાષા ઘણી જ આપત્તિજનક છે. સંપૂર્ણ મુસલમાનોને ભડકાવતાં પોસ્ટર છે. આસિફે કહ્યું કે, પહેલા એવું લાગતુંહતું કે આપ જાતિ અને ધર્મના રાજકારણના સહારે સત્તા હાંસલ નહીં કરે.

English summary
AAP leader Dilip Pandey and two other party members were arrested on the charge of promoting enmity between different communities here, police said on Friday. The party claimed that they were framed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X