Delhi Acid Attack: દિલ્લીની 17 વર્ષની કિશોરી સાથે થઈ ગયુ બ્રેક અપ, સબક શીખવાડવા કર્યો એસિડ એટેક
17 વર્ષની કિશોરી પર એસિડ ફેંકવા મામલે દિલ્લી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જેમાં આરોપીએ બ્રેકઅપ સહન ન થતાં હુમલાની આ યોજના બનાવી હતી.
Delhi Acid Attack: દિલ્લીમાં બુધવારે 17 વર્ષની એક કિશોરી પર એસિડ ફેંકવા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. એસિડ એટેકના કારણે 12માં ધોરણની છાત્રા ગંભીર રીતે દાઝી ગઈ ત્યારબાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. દિલ્લીના દ્વારકા મોડ વિસ્તારમાં આ ઘટના સવારે સાડા સાત વાગે બની હતી. ઘટનાના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. જેમાંનો એક પીડિતા સાથે રિલેશનમાં હતો.

હાલમાં જ થયુ હતુ બ્રેકઅપ
પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી સચિન અરોરા પીડિતાને જાણતો હતો અને હાલમાં જ તેમનુ બ્રેકઅપ થયુ હતુ. કિશોરી સાથે રિલેશન તૂટ્યા બાદ તેણે એને મારવાની યોજના બનાવી અને એક ઑનલાઈન શૉપિંગ પ્લેટફૉર્મ ફ્લિપકાર્ટથી આરોપીએ એસિડ ખરીદ્યુ હતુ. મુખ્ય આરોપી સચિન અરોરા સાથે બીજો આરોપી હર્ષિત અને ત્રીજો આરોપી વીરેન્દ્ર છે

મિત્રો સાથે મળીને કર્યુ પ્લાનિંગ
પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી સચિન અરોરા પીડિતાને પહેલાથી જ ઓળખતો હતો. બંનેને એકબીજા સાથે સંબંધ પણ હતો. બ્રેકઅપ બાદ આરોપીએ યુવતી પર એસિડ એટેકનો પ્લાન બનાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ મહિના પહેલા બંનેનુ બ્રેકઅપ થયુ હતુ. આરોપી આ વાત સહન કરી શકતો નહોતો. એસિડ એટેક પહેલા સચિને હર્ષિત અને વીરેન્દ્ર સાથે મળીને પ્લાનિંગ કર્યુ હતુ.

કિશોરીએ વાત કરવાનુ બિલકુલ બંધ કરી દીધુ હતુ
સચિન બાઈકની પાછળ બેઠો હતો અને તેણે જ પીડિતા પર એસિડ ફેંક્યુ હતુ. હર્ષિત બાઈક ચલાવતો હતો. વીરેન્દ્ર, સચિનનો મોબાઈલ અને એનુ સ્કૂટી લઈને કોઈ બીજા લોકેશન પર હતો જેથી સચિનનુ લોકેશન ઘટનાવાળી જગ્યાએ ના આવે, માટે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યુ કે બ્રેકઅપ પછી કિશોરીએ સચિન સાથે વાત કરવાનુ બિલકુલ બંધ કરી દીધુ હતુ. જે આરોપીથી સહન નહોતુ થતુ.

ફ્લિપ કાર્ટથી ઑનલાઈન ખરીદ્યુ હતુ એસિડ
પોલીસે જણાવ્યુ કે સચિને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી એસિડ ખરીદ્યુ હતુ. દિલ્લીના સ્પેશિયલ પોલીસ કમિશનર સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યુ હતુ કે પોલીસ હુમલામાં વપરાયેલ એસિડની માત્રા જાણવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્લી પોલીના જણાવ્યા મુજબ સવારે નવ વાગે પીસીઆર પર મોહન ગાર્ડન પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે 17 વર્ષની કિશોરી પર એસિડ જેવો પદાર્થ ફેંકવામાં આવ્યો છે. પીડિતા હાલમાં હૉસ્પિટલમાં છે અને તેનો ઈલાજ ચાલી રહ્યો છે.












Click it and Unblock the Notifications
