For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વચ્ચે દિલ્હી સરકારની મુશ્કેલી વધી શકે, ડૉક્ટરોએ સામૂહિક રાજીનામાની ચેતવણી આપી

કોરોના વચ્ચે દિલ્હી સરકારની મુશ્કેલી વધી શકે, ડૉક્ટરોએ સામૂહિક રાજીનામાની ચેતવણી આપી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ અત ગંભીર બની ગઈ છે. કોરના સંકટ વચ્ચે દિલ્હીના સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ સામૂહિક રાજીનામું આપવાની ચેતવણી આપી છે. ડૉક્ટરોએ કહ્યું કે જો તેમને 16 જૂન 2020 સુધી ત્રણ મહિનાની બાકી સેલેરી નહિ મળી તો તેઓ સામૂહિક રાજીનામું આપશે. ઉત્તરી નગર નિગમમાં મેટરનિટી કસ્તૂરબા હોસ્પિટલના ડૉક્ટરોએ રાજીનામાની ચેતવણી આપી છે.

kasturba hospital

કસ્તૂરબા હોસ્પિટલના ડૉક્ટર એસોસિએશને આરોપ લગાવ્યો કે તેમને પાછલા ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો. તેમની સામે આર્થિક મુશ્કેલી ઉભી થઈ રહી છે. મકાનના ભાડાથી લઈ, ઘર ચલાવવા સુધી સમસ્યાઓ આવી રીહ છે, પરંતુ છતા તેઓ પોતાની અને પોતાના પરિવારની જિંદગી દાવ પર લગાવી કોરોના દર્દીઓનો ઈલાજ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોના સંકટ વચ્ચે હડાળ પર જવું યોગ્ય નથી, પરંતુ પૈસા વિના તેમનું ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે.

ડૉક્ટર્સ એસોસિએશને પત્ર જાહેર કરી ચેતવણી આપી છે કે જો 16 જૂન સુધી પગાર નહિ મળે તો તેઓ સામૂહિક રાજીનામું આપશે. કસ્તૂરબા હોસ્પિટલના ડૉક્ટર એસોસિએશનના અધ્યક્ષ સુનિલ પ્રસાદે કહ્યું કે પગાર વિના કામ કરવું મુશ્કેલ છે. પગાર ના પડતાં તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે લોકો ઘણા સમયથી પગારની માંગ કરી રહ્યા છે, પરંતુ નિગમે ફંડની કમીનો હવાલો આપી ત્રણ મહિનાનો પગાર રોકી રાખ્યો છે. તેમણે કહ્યું કે જો અમને 16 જૂન સુધી પગાર નહિ મળે તો મોટા પાયે ડૉક્ટર્સ રાજીનામાં આપશે. જો દિલ્હીના આ હોસ્પિટલના ડૉક્ટર્સ રાજીનામાં આપે છેતો સરકારની મુશ્કેલી વધી શકે છે.

J&K: બડગામમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 દિવસમાં 14 આતંકી ઠાર J&K: બડગામમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 દિવસમાં 14 આતંકી ઠાર

English summary
delhi: amid corona andemic resident doctors of kasturba hospital threaten to mass resignation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X