For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી વિધાનસભા ચૂંટણી 2020: નામાંકન પ્રક્રિયા આજથી શરૂ, 7 દિવસમાં જાહેર થશે ઉમેદવારોના નામ

દિલ્લીની વિધાનસભા ચૂંટણીની 70 સીટો માટે નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે જે 21 જાન્યુઆરી સુધી ચાલશે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીની વિધાનસભા ચૂંટણીની 70 સીટો માટે નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે જે 21 જાન્યુઆરી સુધી ચાલશે. ઉમેદવાર સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી નામાંકન પત્ર દાખલ કરશે. ત્યારબાદ 22 જાન્યુઈઆરીના રોજ નામાંકન પત્રોની તપાસ કરવામાં આવશે અને જો ઉમેદવાર પોતાનુ નામ પાછુ લેવા ઈચ્છે તો તેના માટે છેલ્લી તારીખ 24 જાન્યુઆરી છે.

voting

દિલ્લીમાં વિધાનસભાની 70 સીટો માટે 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે જ્યારે પરિણામો 11 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે. અહીં 2689 કેન્દ્રો પર 13750 બુથ બનાવાયા છે જ્યાં મતદારો મત આપી શકશે. સંભાવના છે કે સત્તાધારી આમ આદમી પાર્ટી મંગળવારે પોતાના ઉમેદવારોના નામનુ એલાન કરશે. છેલ્લા બે દશકથી રાજધાનીમાં સત્તાથી દૂર ભાજપ મજબૂત કેન્ડીડેટ માટે બેઠકો કરી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે ભાજપ આ અઠવાડિયો પોતાના ઉમેદવારોન ઘોષણા કરી દેશે. વળી, કોંગ્રેસ પાર્ટી માટે કહેવામાં આવી રહ્યુ છે કે તે જલ્દી પોતાની પહેલી યાદી જાહેર કરી શકે છે.

કોંગ્રેસની યોજના આ વખતે દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાની છે. જો કે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પાર્ટીનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં શામેલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છેકે દિલ્લીની 2015માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન પુનરાવર્તિત કરીને 70માંથી 67 સીટો મેળવી હતી. ભાજપ માત્ર ત્રણ સીટો મેળવી શકી હતી જ્યારે કોંગ્રેસને એક પણ સીટ મળી નહોતી.

આ પણ વાંચોઃ નોકરી શોધનારાઓને ઝટકો, આ વર્ષે 16 લાખ રોજગાર ઘટવાનુ અનુમાનઆ પણ વાંચોઃ નોકરી શોધનારાઓને ઝટકો, આ વર્ષે 16 લાખ રોજગાર ઘટવાનુ અનુમાન

English summary
delhi assembly election 2020 nomination filing process starts from today, candidate of congress bjp aap will be announced in seven days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X