Delhi Assembly Election 2025 : મહારાષ્ટ્ર-હરિયાણામાં બીજેપી છેત્તરપીંડી કરીને જીતી? શું કહ્યું કેજરીવાલે?
Delhi Assembly Election 2025 : મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ હવે દિલ્હીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા જ બીજેપી પર છેડછાડ કરવાના આરોપ લાગી રહ્યાં છે.
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે મોટો દાવો કર્યો છે. અરવિંદ કેજરીવાલે બીજેપી હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી છેત્તરપિંડી કરીને જીતી હોવાનો આરોપ લગાવ્યો છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં કેજરીવાલે ભાજપ પર લોકોના મત તોડવાનો આરોપ લગાવ્યો. આ ઉપરાંત હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપની જીતને પણ કાવતરું ગણાવ્યું. અરવિંદ કેજરીવાલે આ મામલે મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો છે.
અરવિંદ કેજરીવાલે લખ્યું કે, દિલ્હીમાં ભાજપ મોટા પાયે લોકોના મત કાપવાનો પ્રયાસ કરતા રંગેહાથ ઝડપાઈ છે. ભાજપે હજારો મતદારોના મત કાપવા અરજી દાખલ કરી છે. હું ટૂંક સમયમાં જ એક મોટો ઘટસ્ફોટ કરીશ. શું આ જ રીતે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી ભાજપ જીતી છે? ષડયંત્રને સફળ નહીં થવા દેવામાં આવે.
અરવિંદ કેજરીવાલની આ પોસ્ટ બાદ બીજેપીનું નિવેદન આવ્યું નથી. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અણધારી જીત હાંસલ કરી છે.
જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપે હરિયાણામાં કોંગ્રેસની તરફેણમાં વાતાવરણ સર્જીને પોતાની જીત સુનિશ્ચિત કરી હતી, તો મહારાષ્ટ્રમાં પણ પાર્ટી મહા વિકાસ અઘાડીના મજબૂત ગઠબંધનને હરાવવામાં સફળ રહી છે.
જણાવી દઈએ કે, દિલ્હીમાં 2020ની વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં 63 વિધાનસભા બેઠકો જીતી હતી. ભાજપ માત્ર 7 બેઠકો પર જીતી શકી હતી. આ પછી અરવિંદ કેજરીવાલ પર દારૂ કૌભાંડનો આરોપ લાગ્યો અને જેલમાંથી છૂટ્યા બાદ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.












Click it and Unblock the Notifications
