દિલ્હી BJP પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીના ઘરે હુમલો
દિલ્હી ભાજપ પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીના ઘર પર કેટલાક અજાણ્યા શખ્સોએ રવિવારે મોડી રાતે હુમલો કર્યો હતો.
રવિવારે મોડી રાતે દિલ્હી ભાજપ ના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી ના ઘરે કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ઉપલબ્ધ જાણકારી અનુસાર 8થી 12 લોકોએ મનોજ તિવારીના સહાયક અભિનવ મિશ્રા અને તેમના રસોઇયા સાથે મારપીટ પણ કરી હતી. આ બનાવ બન્યો ત્યારે મનોજ તિવારી ઘરે નહોતા.

મનોજ તિવારીને આ ઘટના અંગે જાણકારી મળતાં તેઓ તુરંત ઘરે પહોંચ્યા તથા નવી દિલ્હીના ડીસીપીને ફોન કરી આ અંગે જાણકારી આપી. આ હુમલામાં મનોજ તિવારીના સ્ટાફના બે સભ્યો પણ ઘાયલ થયા છે, હાલ હોસ્પિટલમાં તેમનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે. મનોજ તિવારીનું કહેવું છે કે, આ જાનલેવા હુમલો હતો, જે તેમને મારી નાંખવાના હેતુસર કરવામાં આવ્યો હતો.
મનોજ તિવારીના ઘરે થયેલ હુમલાનું CCTV ફુટેજ
#WATCH: CCTV footage of Delhi BJP Chief Manoj Tiwari's house in Delhi whose house was ransacked,police claims it is a dispute over road rage pic.twitter.com/EcE6JJ5z6O
— ANI (@ANI_news) May 1, 2017
મનોજ તિવારીએ કહ્યું કે, તેઓ ગૃહમંત્રી રાજનાથ સિંહ તથા દિલ્હી પોલીસ કમિશનરને આ અંગે ફરિયાદ કરશે. તેમની કોઇ સાથે દુશ્મની નથી. તેઓ આ મામલે ચુપ નહીં રહે, કારણ કે આ મામલો તેમની સુરક્ષા સાથે જોડાયેલો છે. આ મામલે 4 આરોપીઓની ધરપકડ થઇ હોવાની ખબર આવી છે.












Click it and Unblock the Notifications
