Delhi : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ, જાણો શું છે આરોપ?
દિલ્હી શરાબ નીતિ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લિકર પોલિસી મામલે મોટી કાર્યવાહી કરી છે. એક્સાઇઝ ડ્યુટી પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.
સીએમ કેજરીવાલના કેસમાં ધરપકડથી વચગાળાના રક્ષણની માંગ કરતી અરજીને હાઇકોર્ટે ફગાવી દીધા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કાર્યવાહી કરી છે.
સીએમ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના ચોથા નેતા છે જેની દિલ્હી જૂની દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરી છે.
ધરપકડ બાદ AAP નેતાઓએ કહ્યું કે કેજરીવાલ જેલમાં બેસીને સરકાર ચલાવશે. હાઈકોર્ટે ધરપકડમાંથી વચગાળાની રાહત માટેની અરજી ફગાવી દીધા બાદ આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
EDની ટીમ સીએમ કેજરીવાલની પૂછપરછ કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી તો તેનો પણ વિરોધ થયો. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમના આવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સીએમની ધરપકડ પર પ્રતિક્રિયા આપતાં દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટી નેતા આતિશીએ કહ્યું કે, અમને સમાચાર મળ્યા છે કે ઇડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. અમે હંમેશા કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે. તે દિલ્હીના નેતા હશે. સીએમ જ રહેશે. અમે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. અમારા વકીલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી રહ્યા છે. અમે આજે રાત્રે સુપ્રીમ કોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરીશું.












Click it and Unblock the Notifications
