For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલના આદેશ પર મુકેશ અંબાણી, મોઇલી, દેવરા વિરુધ્ધ FIR

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નેચરલ ગેસમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવતા દેશના પ્રેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી, પૂર્વ કોર્પોરેટ અફેયર્સ મિનિસ્ટર મુરલી દેવરા, રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, હાઇડ્રોકાર્બન વિભાગના ડીજી વી.કે સિબ્બલની વિરુધ્ધ તત્કાલિક એફઆઇઆર નોંધાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

કેજરીવાલે આ આદેશ પૂર્વ કેબિનેટ સેક્રેટરી ટીએસઆર સુબ્રમણ્યમ, પૂર્વ એડમિરલ તલિયાની, એક્સ્પેડિચર સેક્રેટરી ઇએસ શર્મા અને સીનિયર એડવોકેટ કામિની જયસવાલની ફરિયાદના આધારે આપ્યા છે.

arvind kejriwal
આરોપ શું છે- સરકારના રિલાયંસ ઇંડસ્ટ્રિઝને નેચરલ ગેસના કુવા આપ્યા, જેમાંથી ગેસ નિકાળવાની કિંમત 1 ડોલર પ્રતિ યૂનિટ રાખવામાં આવી. રિલાયંસે થોડાક જ વર્ષોમાં તેને વધારીને 4 ડોલર પ્રતિ યૂનિટ કરી દીધી. આ ભાવ આંતરરાષ્ટ્રીય સ્તર પર ગેસના ભાવને જોઇને વધારવામાં આવ્યા, જ્યારે રિલાયંસની જ પાર્ટનર વીકો આજે પણ બાંગ્લાદેશને આપણા કૂવાથી 2.5 ડોલર પ્રતિ યૂનિટના દરે ગેસ આપવામાં આવે છે. હવે રિલાયંસ તેના ભાવ વધારીને 8 ડોલર પ્રતિ યૂનિટ કરવા જઇ રહી છે. આ દર 1 એપ્રિલથી લાગૂ થશે.

મોંઘવારીનું વાવાઝોડું
પહેલી એપ્રિલથી જો ગેસના ભાવ 8 ડોલર થઇ જાય છે તો, જનતાનું જીવવાનું દુષવાર થઇ જશે. સીએનજીના ભાવમાં વધારો થશે અને આવું થવાથી ટ્રાંસપોર્ટના ભાવમાં વધારો થશે. વીજળીના ભાવમાં વધારો થશે, આનાથી જ ખાદ બને છે, તો કૃષિમાં પણ ફર્ક પડશે. નેચરલ ગેસના ભાવ આઠ ડોલર થવાથી રિલાયંસને 54 હજાર પ્રતિ વર્ષ ફાયદો થશે. જ્યારે દેશને નુકસાન થશે. ગેસના ભાવ વધવાથી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચશે.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal has ordered FIR against Murali Deora, RIL chief Mukesh Ambani, Petroleum minister Veerappa Moily over the scam in gas production.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X