ખેડૂતો આગળ ઝૂકી સરકાર, ત્રણે કૃષિ કાયદા પાછા લીધા, કેજરીવાલે કહ્યુ ખેડૂતોની શહીદી અમર રહેશે
પ્રધાનમંત્રીની મોટી ઘોષણા કર્યા બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલી પ્રતિક્રિયા આપી
નવી દિલ્લીઃ ગુરુ નાનક જયંતિ પર દેશના નામ રાષ્ટ્રને નામ પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરીથી મોટી ઘોષણા કરી છે. પ્રધાનમંત્રીએ ત્રણે કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય લઈને ખેડૂતોને ખેતરમાં પાછા ફરવાની અપીલ કરી. પ્રધાનમંત્રીની આ મોટી ઘોષણા કર્યા બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલી પ્રતિક્રિયા આપી અને કહ્યુ કે આજે પ્રકાશ દિવસના દિવસે કેટલી મોટી ખુશખબરી મળી. ત્રણે કાયદા રદ. 700થી વધુ ખેડૂતો શહીદ થઈ ગયા. તેમની શહીદી અમર રહેશે. આવનારી પેઢીઓ યાદ રાખશે કે કઈ રીતે દેશના ખેડૂતોએ પોતાના જીવની બાજી લગાવીને ખેતી અને ખેડૂતોને બચાવ્યા હતા. મારા દેશના ખેડૂતોને મારા નમન...

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીએ ત્રણે કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનુ સ્વાગત કર્યુ અને સમર્થન કર્યુ. હું બધાનો ખૂબ આભારી છુ.
પીએમે વધુમાં કહ્યુ કે મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણપણે સમજાવી શક્યા નથી. પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી કે તમે તમારા ઘરે, તમારા ખેતરમાં પાછા ફરો, પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.












Click it and Unblock the Notifications
