Delhi CM vs LG : સુપ્રીમ કોર્ટે આપ્યો કેજરીવાલના તરફેણમાં ચૂકાદો, ઓફિસર્સની ટ્રાન્સફર-પોસ્ટિંગનો હક મળ્યો

Delhi CM vs LG : દિલ્હીના અસલી બોસ કોણ, મુખ્યમંત્રી કે ઉપરાજ્યપાલ? આ વાતનો નિર્ણય ગુરુવારના રોજ સુપ્રીમ કોર્ટે કર્યો છે. કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. આ સાથે જણાવ્યું છે કે, અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગનો હક દિલ્હી સરકારને છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કંટ્રોલ ઓફ સર્વિસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને ઘણા સમય પહેલા બંધારણીય બેચમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેણે આજે પોતાનો ચુકાદો આપ્યો હતો.

Delhi CM vs LG

સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે, લોકશાહી અને સંઘવાદના સિદ્ધાંતો મૂળભૂત માળખાના સંઘવાદનો એક ભાગ છે, જે વિવિધ હિતોના અસ્તિત્વની ખાતરી કરે છે અને વિવિધ જરૂરિયાતોને સમાવે છે.

જો લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અધિકારીઓને અંકુશમાં રાખવાની સત્તા આપવામાં નહીં આવે, તો જવાબદારીનો 'ટ્રિપલ ચેઇન સિદ્ધાંત' અર્થહીન હશે. જો અધિકારીઓ મંત્રીઓને રિપોર્ટ કરવાનું બંધ કરે અથવા તેમની સૂચનાઓનું પાલન ન કરે, તો સામૂહિક જવાબદારીના સિદ્ધાંતને પણ અસર થાય છે.

આ સાથે ખંડપીઠે ચુકાદો આપ્યો કે, દિલ્હીમાં જે પણ અધિકારીઓની નિયુક્તિ અથવા બદલી કરવામાં આવશે, તે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર દ્વારા કરવામાં આવશે. લેફ્ટનન્ટ ગવર્નર આ સંબંધમાં સરકારની ભલામણને સ્વીકારવા માટે બંધાયેલા છે.

આ સાથે જ કેન્દ્ર સરકારને પણ આ નિર્ણયમાં થોડી રાહત મળી છે. જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તે પોલીસ, જાહેર વ્યવસ્થા અને જમીનના મામલામાં કામ કરશે.

સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું હતું કે, દિલ્હી અન્ય રાજ્યો જેવું નથી. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, નેશનલ કેપિટલ ટેરિટરી (એનસીટી) સંપૂર્ણ રાજ્ય નથી. આવી સ્થિતિમાં રાજ્ય પ્રથમ યાદીમાં આવતું નથી. બંધારણ મુજબ અન્ય રાજ્યોની સરખામણીએ તેની શક્તિઓ ઓછી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X