For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Toolkit case: દિશા રવિને મળ્યા જામીન, કોર્ટે કરી ટિપ્પણી - સરકારની અસંમતિ પર બધાને જેલમાં ન નાખી શકીએ

દિલ્લીની એક અદાલતે મંગળવારે પર્યાવરણ કાર્યકર્તા દિસા રવિને જામીન આપી દીધા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીની એક અદાલતે મંગળવારે પર્યાવરણ કાર્યકર્તા દિસા રવિને જામીન આપી દીધા. દિશા રવિએ ટૂલકિટ મામલે આ મહિનાની શરૂઆતમાં દિલ્લી પોલિસને બેંગલુરુમાં તેમના નિવાસથી ધરપકડ કરી છે. આ આદેશ મંગળવારે અધિક સત્ર ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણાએ સંભળાવ્યો. દિશા રવિને જામીન આપતી વખતે અદાલતે તેને 1 લાખ રૂપિયાના જામીન બૉન્ડ અને બે વધુ જામીન આપવા માટે કહ્યુ. દિશા રવિ છેલ્લા નવ દિવસથી દિલ્લી પોલિસની કસ્ટડીમાં હતી.

disha ravi

તિહાર જેલના મહાનિર્દેશકે એ વાતની પુષ્ટિ કરી કે દિશા રવિને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવી છે. ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણાએ પોતાના આદેશમાં કહ્યુ, '22 વર્ષીય મહિલા સામે ઉપલબ્ધ કરવામાં આવેલા પુરાવામાં મને એવા કોઈ ઠોસ કારણ દેખાયા નથી જેના કારણે દિશા રવિને જામીન આપવાથી રોકી શકાય. આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ પણ નથી.' જેવી દિશા રવિને કોર્ટરૂમમાં લાવવામાં આવી, તેના વકીલે અદાલતને જણાવ્યુ કે દિશાનો પરિવાર 1 લાખ રૂપિયાની જામીન રકમ ભરવામાં સક્ષમ નથી કારણકે આ એક મોટી રકમ છે અને તેના પરિવારના બેંક અકાઉન્ટથી એ વાતનો અંદાજ લગાવી શકાય છે. તેમણે કોર્ટને એ પણ જણાવ્યુ કે તેને ખાલિસ્તાન અને ટૂલકિટ મામલા સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ માત્ર ખેડૂત આંદોલનના મુદ્દે લોકો વચ્ચે જાગૃતિ ફેલાવવાનો હતો.

તમને જણાવી દઈએ કે મંગળવારે દિશા રવિ સાથે જોડાયેલ કેસમાં બે જગ્યાએ સુનાવણી ચાલી રહી હતી. એક કોર્ટમાં જજ પોલિસ તરફથી તેની કસ્ટડી વધારવા માટે દાખલ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. ત્યાં બીજી તરફ તેના જામીન માટે સુનાવણી ચાલી રહી હતી. પોલિસની કસ્ટડી પર કોઈ ચુકાદો સંભળાવતા પહેલા જ બીજી કોર્ટે દિશા રવિને જામીન આપી દીધા. ત્યારબાદ દિશા રવિના વકીલે દિલ્લી પોલિસની અરજી પર સુનાવણી કરી રહેલ કોર્ટેને જણાવ્યુ કે દિશા રવિને જામીન મળી ચૂક્યા છે માટે હવે દિલ્લી પોલિસની અરજી પર સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી રહી ગયો.

ત્યારબાદ જજ પંકડ શર્માએ પણ એમ કહીને સુનાવણી બંધ કરી દીધી કે દિશા રવિને જામીન મળી ચૂક્યા છે અને હવે પોલિસની અરજી પર સુનાવણીની કોઈ જરૂર નથી. તમને જણાવી દઈએ કે દિશા રવિને અમુક શરતો સાથે જામીન આપવામાં આવ્યા છે. જેમાં દેશથી બહાર ન જવાની શરત પણ શામેલ છે. દિશા રવિના જામીનનુ ઘણા વિપક્ષી દળોએ સમર્થન કર્યુ છે.

બિગ બૉસ કપલ સિદ્ધાર્થ શુક્લા - શહેનાઝ ગિલે કર્યા ચૂપચાપ લગ્નબિગ બૉસ કપલ સિદ્ધાર્થ શુક્લા - શહેનાઝ ગિલે કર્યા ચૂપચાપ લગ્ન

English summary
Delhi Court grants bail to activist Disha Ravi in toolkit case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X