For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

84 સિખ વિરોધી રમખાણોઃ સુનાવણી પૂર્ણ, ચૂકાદો અનામત રાખાયો

By Super
|
Google Oneindia Gujarati News

sajjankumar
નવી દિલ્હી, 4 એપ્રિલઃ 1984માં દિલ્હીમાં સિખ વિરોધી રમખાણોના આરોપી બનાવાયેલા કોંગ્રેસ નેતા સજ્જન કુમાર પર અદાલતે સુનાવણી પૂર્ણ કરી લીધી છે. કોર્ટ હવે ટૂંક સમયમાં પોતાનો ચૂકાદો સંભળાવશે. આજે સુનાવણી બાદ અદાલતે આ મામલે ચૂકાદો અનામત રાખ્યો. આ મામલે દિલ્લીની કડકડ્ડૂમા કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે, જ્યાં સુનાવણી બાદ કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે.

મામલાની હવે પછીની સુનાવણી 16 એપ્રિલે કરવામાં આવશે, કડકડ્ડૂમા કોર્ટે ડિસ્ટ્રિક્ટ જજ જે આર આર્યનની અદાલતે અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ સ્પષ્ટીકરણ માટે 16 એપ્રિલની તારીખ નક્કી કરી છે. આ દિવસે સીબીઆઇ અથવા આરોપી અદાલતમાં પોતાના તરફથી કોઇ સ્પષ્ટીકરણ આપી શકે છે. જેમાં કોર્ટ

8 નવેમ્બર 1984એ દિલ્હીના કેંટ વિસ્તારમાં રમખાણો બાદ 5 સિખોની હત્યા કરી દેવામાં આવી હતી. રમખાણ પીડિતોને આશા છે કે આરોપીઓને કડક સજા સંભળાવવામાં આવશે. મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇએ 2010મા આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઇની ચાર્જશીટ અનુસાર પૂર્વ કોંગ્રેસ સાસંદ સજ્જન કુમાર, પૂર્વ વિધાયક મહેન્દ્ર યાદવ અને પૂર્વ કાઉન્સેલર બલવાન ખોખર સહિત પાંચ લોકો આ ષડયંત્રમાં સામેલ હતા. સીબીઆઇએ પોતાની રિપોર્ટમાં તેમના પર હત્યા, રમખાણ ફેલાવવા અને અપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.

સીબીઆઇએ કોંગ્રેસ નેતા સજ્જન કુમારને રમખાણોના મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે તેમના પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ લગાવાયો છે. લોકો જ્યારે મદદ અર્થે પોલીસ પાસે ગઇ તો પોલીસે તેમને ભગાવી દીધા હતા. પોતાની રિપોર્ટમાં સીબીઆઇએ દિલ્હી પોલીસની ભૂમિકા સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. નોંધનીય છે કે સિખ રમખાણોની તપાસ માટે બનાવવામાં આવેલી નાનાવટી કમીશનની રિપોર્ટ આવ્યા પછી સીબીઆઇએ આ મામલે તપાસ શરૂ કરી હતી. નાનાવટી કમીશનની રિપોર્ટ આવ્યા બાદ આ સિખ રમખાણો મામલે પહેલો નિર્ણ આવશે.

English summary
A city court reserved its judgment in a 1984 anti Sikh riots case against Congress leader Sajjan Kumar and five others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X