For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અમારી સાથે ચર્ચા-વિચારણા કર્યા વિના દિલ્લીમાં રોહિંગ્યાઓના પુનર્વાસનુ પ્લાન કરી રહ્યુ છે કેન્દ્ર', મનીષ સિસોદ

દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે કેન્દ્ર સરકારે બહારની દિલ્લીમાં આર્થિક રીતે નબળા વર્ગો માટેના ફ્લેટમાં રોહિંગ્યાઓને કાયમી વસાહત માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે કેન્દ્ર સરકારે બહારની દિલ્લીમાં આર્થિક રીતે નબળા વર્ગો માટેના ફ્લેટમાં રોહિંગ્યાઓને કાયમી વસાહત માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. જેના માટે તેઓએ અમારી સરકારની કોઈ સલાહ લીધી નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સ્પષ્ટતામાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્રએ 'રોહિંગ્યા ગેરકાયદે પ્રવાસીઓ'ને ફ્લેટ ફાળવવા માટે કોઈ નિર્દેશ જાહેર કર્યા નથી અને દિલ્લી સરકારે રોહિંગ્યાઓને નવા સ્થાને સ્થાનાંતરિત કરવાની દરખાસ્ત કરી છે. કેન્દ્રની આ સ્પષ્ટતાના જવાબમાં મનીષ સિસોદિયાએ કહ્યુ કે પુનર્વસન યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી.

sisodiya

મનીષ સિસોદિયાએ પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે, 'કેન્દ્ર સરકાર સવાર-સવારમાં જે સમાચારને પોતાની ઉપલબ્ધિ ગણાવતા થાકી નહોતી રહી, આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયા બાદ, હવે આની જવાબદારી દિલ્લી સરકાર પર નાખવા લાગી છે. જ્યારે હકીકત એ છે કે કેન્દ્ર સરકાર ચોરી છૂપે રોહિંગ્યાઓને દિલ્લીમાં સ્થાયી ઠેકાણુ આપવાની કોશિશ કરી રહી હતી.'

મનીષ સિસોદિયાએ પોતાના અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, 'દિલ્લી સરકારના ઈશારે એલજીના કહેવા પર જ અધિકારીઓ અને પોલિસે નિર્ણય લઈ લીધા, દિલ્લીના મુખ્યમંત્રી કે ગૃહમંત્રી વિના એલજીની મંજૂરી માટે મોકલવામાં આવા રહ્યા હતા. દિલ્લી સરકાર ગેરકાયદે રીતે રોહિંગ્યાઓને દિલ્લીમાં વસવાના આ ષડયંત્રને સફળ નહિ થવા દે.' એમએચએ સ્પષ્ટીકરણે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ પુરીના એક ટ્વીટનુ ખંડન કર્યુ કે શરણાર્થીઓને સરકારી ફ્લેટ, મૂળભૂત સુવિધાઓ અને પોલિસ સુરક્ષા આપવામાં આવશે.

મનીષ સિસોદિયાએ નામ લીધા વગર આરોપ લગાવ્યો કે દિલ્લી પોલિસ અને કેટલાક અધિકારીઓએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના નિર્દેશ પર અને કેન્દ્ર સરકારના કહેવા પર શહેરમાં રોહિંગ્યાઓને કાયમી નિવાસ આપવાનો નિર્ણય લીધો હતો. સિસોદિયાએ કહ્યુ કે તેઓ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને શહેરના ગૃહ પ્રધાનના ધ્યાન પર લાવ્યા વિના રાજ્યપાલ સક્સેનાની મંજૂરી માટે પ્રસ્તાવ મોકલી રહ્યા છે.

English summary
Delhi deputy Manish Sisodia says Not consulted by Centre for rehab plan on Rohingyas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X