દિલ્હીથી દોહા જતી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા કરાંચી ડાયવર્ટ કરાઈ!
સોમવારે દિલ્હીથી દોહા જતી કતાર એરવેઝની ફ્લાઈટમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઈન્સના જણાવ્યા અનુસાર ફ્લાઈટમાં 100થી વધુ મુસાફરો હતા.
નવી દિલ્હી, 21 માર્ચ : સોમવારે દિલ્હીથી દોહા જતી કતાર એરવેઝની ફ્લાઈટમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઈન્સના જણાવ્યા અનુસાર ફ્લાઈટમાં 100થી વધુ મુસાફરો હતા. હાલ વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે.

કતાર એરવેઝના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ QR579 21 માર્ચે દિલ્હીથી દોહા જઈ રહી હતી. હવામાં જ તેના કાર્ગો હોલ્ડમાં ધુમાડાના ચિહ્નો દેખાઈ રહ્યા હતા, ત્યારબાદ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બાદમાં એર ટ્રાફિક કંટ્રોલે પ્લેનને કરાચી એરપોર્ટ તરફ વાળ્યું હતું. અત્યારે તો પ્લેન સુરક્ષિત રીતે ત્યાં લેન્ડ થયું છે. થોડી જ વારમાં ઈમરજન્સી સેવાઓ પણ ત્યાં પહોંચી ગઈ અને તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા છે.
એરલાઈને વધુમાં કહ્યું કે આ મામલે તેમના તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય મુસાફરોને દોહા લઈ જવા માટે બીજા પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરલાઈને મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં આવી ભૂલ ફરી ન થાય.












Click it and Unblock the Notifications
