For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Election: અજમેરી ગેટ પર ગાડીથી 1 કરોડ કેશ જપ્ત, આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી

Delhi Election: અજમેરી ગેટ પર ગાડીથી 1 કરોડ કેશ જપ્ત, આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના અજમેરી ગેટમાં પોલીસે એક ગાડીમાંથી 1 કરોડ રૂપિયા કેશ જપ્ત કરી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ગાડીના ડ્રાઈવર આઝાદ સિંહ, માલિક આદિત્ય અગ્રવાલ અને તપન જૈનની પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બહુ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે આટલી મોટી રકમ જપ્ત થતાં શંકા ઉપજે તેમ છે.

બીએમડબલ્યૂ કારમાંથી પૈસા જપ્ત

બીએમડબલ્યૂ કારમાંથી પૈસા જપ્ત

જાણકારી મુજબ કમલા માર્કેટ સ્ટેશન પોલીસે મંગળવારે રાત્રે અજમેરી ગેટ પાસે વાહનોના ચેકિંગ દરમિયાન બીએમડબલ્યૂ કારમાંથી આ પૈસા જપ્ત કર્યા. જેની સૂચના પોલીસે આવકેવાર વિભાગના અધિકારીઓને આપી. હવે આ રકમ વિશે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે, કે આટલા રૂપિયા ક્યાંથી લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ રકમ ચાંદની ચોકથી આગરા લઈ જેવામાં આવતી હોવાનું સામે આવ્યું. આવકવેરા વિભાગ અને પોલીસ અધિકારી આ મામલે વિસ્તૃત તપાસ કરવામાં લાગ્યા છે. જો કે કમલા માર્કેટ સ્ટેશન પોલીસે આ મામલે કેસ નોંધ્યો નથી.

500 અને 2000ની નોટ હતી

500 અને 2000ની નોટ હતી

જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં પાછળની સીટ પર એક બેગ રાખવામાં આવી હતી. જેમાં એક કરોડ રૂપિયા મળ્યા. બદી નોટ 2000 અને 500ની હતી. પોલીસ કર્મચારીઓએ આ અંગે તરત જ પોલીસ સ્ટેશનના અધ્યક્ષને તેની જાણકારી આપી હતી. તપાસમાં માલૂમ પડ્યું કે કાર પરિવહન વિભાગ કાર્યાલય, આગરાથી એજી શેર્સ સિક્યોરિટી નામે રજિસ્ટર છે.

અગાઉ 49 લાખ જપ્ત થયા

અગાઉ 13 જાન્યુઆરીએ જાન્યુઆરીએ તપાસ દરમિયાન અર્જુન નગરમાં મોટી રકમ જપ્ત થઈ હતી. અહીં એક વેપારી પાસેથી 49 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. ચૂંટણી દેખરેખ દળે કૃષ્ણા નગર મતક્ષેત્રમાં પડતા ક્ષેત્રમાં નિયમિત નિરક્ષણ દરમિયાન આ પૈસા જપ્ત કર્યા હતા આ મામલે વેપારીએ દાવો કર્યો હતો કે કોઈ વ્યવસાયિક ઉદ્દેશ્ય માટે આ પૈસા લઈ જતા હતા.

8 ફેબ્રુઆરીએ મતદાન

8 ફેબ્રુઆરીએ મતદાન

જણાવી દઈએ કે દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે પરિણામ 11 ફેબ્રુઆરીએ ઘોષિથ થશે. આ વખતે આમ આદમી પાર્ટીએ પોતાના કામના દમ પર જનતા પાસે વોટ માંગ્યો છે. અગાઉ 2015માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 સીટ હાંસલ કરી હતી. જ્યારે ભાજપને માત્ર 3 સીટ જ મળી હતી અને કોંગ્રેસના હાથ એકપણ સીટ નહોતી આવી.

7th Pay Commission: આગામી 10 દિવસમાં કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે તગડી ભેટ7th Pay Commission: આગામી 10 દિવસમાં કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે તગડી ભેટ

English summary
Delhi Election: 1 crore cash seized from car at Ajmeri Gate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X