Delhi Election 2025 : દિલ્હીમાં જિલ્લા ચૂંટણી અધિકારી બીજેપીનો પ્રચાર કરી રહ્યાં છે? સંજય સિંહનો ગંભીર આરોપ
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક તરફ આમ આદમી પાર્ટી છે તો બીજી તરફ બીજેપી અને ચૂંટણી પંચનું ગઠબંધન હોય તેવી સ્થિતી સામે આવી રહી છે.
પહેલા બીજેપીના મંત્રીઓ દ્વારા નકલી મતદારો ઉભા કરાયાના આરોપ બાદ હવે સંજય સિંહે વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે નવી દિલ્હી જિલ્લા ચૂંટણી અધિકારી પર બીજેપીની સોશિયલ મીડિયા પોસ્ટને પ્રમોટ કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ આ મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદને પદ પરથી હટાવવાની માંગ કરી છે.
આમ આદમી પાર્ટીએ આરોપી ડીઈઓ પર બીજેપી સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે. આ આરોપો બાદ ડીઈઓએ ખુલાસો કરવાની ફરજ પડી છે.
સંજય સિંહે ટ્વિટર પર લખ્યુ કે, ભારતના ઇતિહાસમાં પહેલીવાર નવી દિલ્હીના ચૂંટણી અધિકારીએ ગુપ્ત રીતે ભાજપના ટ્વિટ્સને રીટ્વીટ કરવાનું શરૂ કર્યું છે. હવે નવી દિલ્હી વિધાનસભાના જિલ્લા ચૂંટણી અધિકારી કહી રહ્યા છે કે પ્યાર કિયા તો ડરના ક્યા?
સંજય સિંહે દાવો કર્યો કે જિલ્લા ચૂંટણી અધિકારીએ હવે ભાજપમાં જોડાવાનો અને ખુલ્લેઆમ પ્રચાર કરવાનો નિર્ણય લીધો છે. આવતીકાલે સવારે 11 વાગ્યે જિલ્લા ચૂંટણી અધિકારી ભાજપ કાર્યાલય ખાતે ઔપચારિક રીતે ભાજપમાં જોડાશે.
બીજી તરફ ડીઈઓએ વિવાદ થતા ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, ડીઈઓના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ સોશિયલ મીડિયા સેલના નોડલ ઓફિસર દ્વારા સંચાલિત થાય છે જેમને ખાસ કરીને ખોટી માહિતી અટકાવવા માટે X પર પોસ્ટ અને મેસેજ જવાબ આપવાનું કામ સોંપવામાં આવે છે.
ડીઈઓએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પરની પોસ્ટ પર ઘણીવાર પ્રતિક્રિયા આપવામાં આવે છે. આ પોસ્ટના સંદર્ભમાં આ ઘટના રૂટિન રિપ્લાય દરમિયાન બની અને તે ટ્વીટનો જવાબ આપતી વખતે અજાણતામાં તેને રીટ્વીટ કરવામાં આવ્યું હતું. આ બાબત DEO ના ધ્યાન પર આવતાની સાથે જ રિપોસ્ટ તાત્કાલિક દૂર કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા સેલે જવાબદારી સુનિશ્ચિત કરવા અને આવી ઘટનાઓને રોકવા તાત્કાલિક નોડલ અધિકારીની બદલી કરી દીધી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા સેલને ડીઈઓના સોશિયલ મીડિયા સંદેશાવ્યવહારની પ્રામાણિકતા અને નિષ્પક્ષતા જાળવવા માટે ભવિષ્યની પ્રવૃત્તિઓમાં વધુ સાવધાની રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
