Delhi Election 2025 : દિલ્હીને શીલા દિક્ષિતનું વિકાસ મોડલ જોઈએ, મોદી-કેજરીવાલનું PR મોડલ નહીં-રાહુલ ગાંધી
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થવા જઈ રહ્યું છે. મતદાન પહેલા તમામ પાર્ટીઓએ પુરી તાકાત લગાવી દીધી છે.
મતદાન જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ દિલ્હીમાં કોંગ્રેસ આક્રમક થઈ રહી છે. આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે મનાતા આ મુકાબલામાં કોંગ્રેસ પણ પુરી તાકાતથી ઉતરી છે.

દિલ્હી ચૂંટણીથી અત્યારસુધી દુર રહેલા રાહુલ ગાંધી પણ હવે મેદાનમાં ઉતર્યા છે. રાહુલ ગાંધીએ બીજેપી અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, દિલ્હીને હવે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના વાસ્તવિક વિકાસ મોડેલની જરૂર છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલના ખોટા પ્રચાર અને પીઆર મોડેલની નહીં.
રાહુલ ગાંધીએ ફેસબુક પર મોંઘવારી, બેરોજગારી, પ્રદૂષણ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડતો એક વીડિયો મોન્ટેજ શેર કર્યો છે. ફેસબુક પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, નબળું બાંધકામ, ગંદકી, મોંઘવારી, બેરોજગારી, પ્રદૂષણ અને ભ્રષ્ટાચાર - દિલ્હીનું સત્ય જનતા સમક્ષ છે.
રાહુલ ગાંધી બુધવારે સદર બજાર વિધાનસભા મતવિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કરી શક્યા નહીં, તેમની તબિયત ખરાબ હતી અને રેલીમાં સંદેશ દ્વારા તેમણે લોકોને ચૂંટણીમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા અપીલ કરી.
નાદુરસ્ત તબિયતને કારણે રાહુલ ગાંધી મંગળવારે કર્ણાટકના બેલગામમાં જય બાપુ, જય ભીમ, જય સંવિધાન રેલીમાં પણ હાજરી આપી શક્યા નહોતા અને તે પહેલાં નવી દિલ્હી મતવિસ્તારમાં તેમનો રાજકીય કાર્યક્રમ પણ થઈ શક્યો નહોતો.
જણાવી દઈએ કે, મહિનાની શરૂઆતમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે કોઈ તફાવત નથી અને તે નથી ઇચ્છતા કે પછાત, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓને તેમનો હક મળે.












Click it and Unblock the Notifications
