Delhi Election 2025 : કોંગ્રેસની આ રણનીતિ કઈ પાર્ટીનો ખેલ બગાડશે? તૈયાર કરી સમીકરણો બદલી નાંખતી બ્લુપ્રિન્ટ
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે બીજેપી અને આમ આદમી પાર્ટીની ટક્કર રસપ્રદ બનાવી દીધી છે.
હાલની સ્થિતીએ કોંગ્રેસ વધારે મજબુત નથી પરંતુ જાણકારોનું માનીએ તો કોંગ્રેસ બન્નેમાંખી એક પાર્ટીનો ખેલ ખરાબ કરી શકે છે. દિલ્હીમાં કોંગ્રેસ ખાસ રણનીતિ સાથે મેદાનમાં ઉતરી છે.

12 વર્ષથી સત્તામાંથી દુર રહેલી કોંગ્રેસે આ ચૂંટણીમાં ખાતુ ખોલવા માટે કેટલીક સીટો પર ખાસ નજર કરી છે. હાલમાં જ કોંગ્રેસ મહાસચિલ કેસી વેણુગોપાલે દિલ્હીના મોટા નેતાઓ સાથે બેઠક યોજી હતી.
કોંગ્રેસે એવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ બનાવી છે જ્યાં પાર્ટીની સ્થિતિ મજબૂત છે. આ સીટો મોટાભાગે લઘુમતી અને દલિત પ્રભુત્વ ધરાવતી બેઠકો છે.
કોંગ્રેસની ટોચની પ્રાથમિકતાવાળી બેઠકોમાં ઓખલા, બાબરપુર, સીલમપુર, મુસ્તફાબાદ, મતિયા મહેલ, બલ્લીમારન, સીમાપુરી, ચાંદની ચોક, કસ્તુરબાનગર, બાદલી, નવી દિલ્હી, નાંગલોઈ જાટ, છતરપુર અને પટપડગંજ સામેલ છે.
આ સીટોમાંથી ઓખલા, બાબરપુર, સીલમપુર, મુસ્તફાબાદ, મતિયા મહેલ, બલ્લીમારન મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો છે. પૂર્વ મંત્રી હારૂન યુસુફ બલ્લીમારનથી ચૂંટણી મેદાનમાં છે, જ્યારે પૂર્વ ધારાસભ્યની પુત્રી અને વર્તમાન કાઉન્સિલર અરીબા ખાન ઓખલાથી ઉમેદવાર છે.
આ સિવાય પૂર્વ ધારાસભ્યના પુત્ર અલી મહેંદી મુસ્તફાબાદથી ચૂંટણી લડી રહ્યા છે. ઓવૈસીની પાર્ટીને કારણે ઓખલા અને મુસ્તફાબાદમાં મુસ્લિમ મતો માટે ત્રિકોણીય મુકાબલો છે. આ ઉપરાંત કોંગ્રેસે સીલમપુરથી આમ આદમી પાર્ટીમાંથી આવેલા વર્તમાન ધારાસભ્ય અબ્દુલ રહેમાનને મેદાનમાં ઉતાર્યા છે.
મતિયામહલથી કોંગ્રેસે કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી આસીમ અહેમદને અને બાબરપુરથી સીલમપુરના અગાઉ ધારાસભ્ય રહેલા હાજી ઇશરાકને ટિકિટ આપી છે.
સીમાપુરી દલિત બહુમતીવાળી બેઠક છે અમે અહીંથી કોંગ્રેસના એસસી વિભાગના રાષ્ટ્રીય પ્રમુખ રાજેશ લિલોઠિયા ચૂંટણી લડી રહ્યા છે.
આ ઉપરાંત નવી દિલ્હીથી પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત, બાદલીથી પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર યાદવ, કસ્તુરબાનગરથી રાષ્ટ્રીય સચિવ અભિષેક દત્ત, પટપડગંજથી પૂર્વ પ્રદેશ પ્રમુખ અનિલ ચૌધરી, ચાંદની ચોકના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જેપી અગ્રવાલના પુત્ર મુદિત અગ્રવાલ, નાંગલોઈથી પૂર્વ રાષ્ટ્રીય સચિવ રોહિત ચૌધરી મેદાનમાં છે.
કોંગ્રેસના સર્વેમાં જાણવા મળ્યું છે કે આ દસથી પંદર બેઠકો પર તે મુખ્ય ટક્કરમાં છે. આ સ્થિતિમાં પ્રચારના છેલ્લા તબક્કામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગેની સભાઓ અને રોડ શો મોટાભાગે આ બેઠકો પર યોજવાનું આયોજન છે.
રાહુલ ગાંધી 28 જાન્યુઆરીએ મતિયા મહેલ, 29 જાન્યુઆરીએ સીમાપુરી અને 21 જાન્યુઆરીએ બાદલી ખાતે રેલી કરી શકે છે.
પ્રિયંકા ગાંધી ઓખલા અને નાંગલોઈમાં રોડ શો કરી શકે છે. ઇમરાન પ્રતાપગઢી મુસ્લિમ બેઠકો પર ઝડપી રેલીઓ કરશે અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દલિતો સીટો પર પ્રચાર કરશે.
આ સિવાય કોંગ્રેસે નિર્ણય લીધો છે કે ચૂંટણી વચનો સાથે સાથે દલિત અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં તે સમુદાયને લગતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવશે, જેમાં અરવિંદ કેજરીવાલને નિશાન બનાવવામાં આવશે અને તેમને ભાજપ-આરએસએસની બી ટીમ તરીકે વર્ણવવામાં આવશે.
કોંગ્રેસ જાણે છે કે તે મુખ્યમંત્રી બનવાની રેસમાંથી બહાર છે. આ સ્થિતિમાં તે કિંગમેકર બનવા પ્રયાસ કરી રહી છે. તેનું વાસ્તવિક લક્ષ્ય વિધાનસભામાં ખાતું ખોલવાનું અને તેના મત ટકાવારી ચારથી વધારીને દસથી વધુ કરવાનું છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
