Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Delhi election exit poll 2025 : ડીયુ સર્વેમાં આમ આદમી પાર્ટી માટે ખુશખબર, મળી શકે છે આટલી સીટો

Delhi assembly exit poll 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે.

જો કે આ એક્ઝિટ પોલ વચ્ચે દિલ્હી યુનિવર્સિટીના સેન્ટર ફોર ગ્લોબલ સ્ટડીઝ (CGS) દ્વારા કરવામાં આવેલા 15મા ચૂંટણી સર્વેમાં આમ આદમી પાર્ટી (AAP)ને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે.

Delhi election exit poll 2025

Delhi Election 2025 : ડીયુ સર્વેની આગાહી

delhi election result 2025 : આપને બહુમતી

સર્વે અનુસાર, દિલ્હીમાં AAPને 44.90% મત સાથે 41 બેઠકો મળી શકે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 41% મત સાથે આશરે 29 બેઠકો મળવાની સંભાવના છે. કોંગ્રેસને 8.30% મતશેર સાથે કોઈ બેઠક મળવાની અપેક્ષા નથી.

મતદાન સમયગાળો

આ સર્વે 11 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી 2025 દરમિયાન દિલ્હીની તમામ 70 બેઠકોના 63,534 મતદારોને સામેલ કરીને કરવામાં આવ્યો છે. સર્વેમાં વિવિધ સંસ્થાઓના આશરે 2,316 વિદ્યાર્થીઓ અને સંશોધકોએ ભાગ લીધો.

મહિલા મતદારોની ભૂમિકા

ડીયુના CGSના નિર્દેશક સુનીલ કે.ચૌધરી અનુસાર, આ ચૂંટણીમાં મહિલા મતદારો કિંગમેકરની ભૂમિકા નિભાવશે. તેમનું માનવું છે કે 8 ફેબ્રુઆરીએ આવનારા પરિણામોમાં AAPની જીતમાં મહિલા મતદારો મહત્વની ભૂમિકા ભજવશે.

આ બેઠકો પર કાંટાની ટક્કર

સર્વે અનુસાર, બાબરપુર, આદર્શ નગર, ચાંદની ચોક, શાલીમાર બાગ, વિશ્વાસ નગર, કાલકાજી, નવી દિલ્હી, સંગમ વિહાર, બવાણા, વઝીરપુર, નજફગઢ અને લક્ષ્મી નગર જેવી બેઠકો પર કાંટાની ટક્કર જોવા મળી શકે છે.

જણાવી દઈએ કે, જ્યારે અન્ય એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે ડીયુના આ સર્વેમાં આમ આદમી પાર્ટી માટે સકારાત્મક સંકેત આપવામાં આવ્યા છે. હવે 8 ફેબ્રુઆરીએ આવનારા પરિણામો જ સ્પષ્ટ કરશે કે દિલ્હીના મતદારોનો અંતિમ નિર્ણય શું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X