Delhi Election Result 2025 : આમ આદમી પાર્ટીને કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવુ ભારે પડ્યુ? વિશ્વાસ ન હોય તો જોઈ લો
Delhi Election Result 2025 : 2013 થી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને ઘમંડ ભારે પડ્યુ છે. દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરીને પાર્ટીને પસ્તાવાનો વારો આવ્યો છે.
આંકડા જોઈએ તો કરીએ તો દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીની હાર માટે કોંગ્રેસ સાથે ગઠબંધન ન હોવુ જવાબદાર હોવાનું સાફ દેખાઈ આવે છે.

અહીં 70માંથી ઓછામાં ઓછી 14 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને મળેલા મતોના કારણે AAPને નુકસાન થયું છે. બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીતનું અંતર કોંગ્રેસને મળેલા મતોથી ઓછુ હતુ.
દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાં ભાજપે 48 બેઠકો પર નિર્ણાયક લીડ મેળવી છે અથવા જીત મેળવી છે, જ્યારે સત્તાધારી AAP માત્ર 22 બેઠકો પર આગળ છે અથવા જીત મેળવી છે. કોંગ્રેસને ત્રીજી વાર પણ શૂન્ય બેઠકો મળવા જઈ રહી છે.
આ14 બેઠકો પર કોંગ્રેસના કારણે આમ આદમી પાર્ટી હારી?
બેઠકનું નામ - ભાજપની જીતનું અંતર - કોંગ્રેસને મળેલા મત
બાદલી - 11,901 - 32,855
છતરપુર - 6,239 - 6,601
ગ્રેટર કૈલાશ - 3,188 - 6,711
જંગપુરા - 675 - 7,350
માદીપુર - 10,899 - 17,958
માલવીયાનગર - 2,131 - 6,770
મુસ્તફાબાદ - 17,578 - 33,474
નાંગલોઈ જાટ - 26,251 - 32,028
નવી દિલ્હી - 4,089 - 4,568
રાજેન્દ્રનગર - 1,231 - 4,015
સંગમ વિહાર - 344 - 15,863
ત્રિલોકપુરી - 392 - 6,147
મહરૌલી - 1,596 - 9,685
તિમારપુર - 1,024 - 8,313
આ બેઠકો પર કોંગ્રેસને મળેલા મતોના કારણે AAPને હારનો સામનો કરવો પડ્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે બંને પક્ષોએ સાથે ચૂંટણી ન લડીને પોતાનું નુકસાન કર્યું છે.












Click it and Unblock the Notifications
