Exit Poll TV9 ભારતવર્ષ: દિલ્હીમાં AAPની સરકાર, BJPને માત્ર આટલી સીટ
Exit Poll TV9 ભારતવર્ષ: દિલ્હીમાં AAPની સરકાર, BJPને માત્ર આટલી સીટ
નવી દિલ્હીઃ દિલ્હીમાં એક્ઝિટ પોલના અનુમાનમાં આમ આદમી પાર્ટીની સરકારની વાપસી નક્કી જ માનવામાં આવી રહી છે. ટીવી9 ભારત વર્ષ-CICEROના એક્ઝિટ પોલ મુજબ ફરી એકવાર અરવિંદ કેજરીવાલ ભારે બહુમતથી સત્તામા પાછા ફરતા જોવા મળી રહ્યા છે. પાર્ટીને દિલ્હીની 70માંથી 54 સીટ પર જીત મળતી હોવાનો આ સર્વેમાં અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.

ટીવી9 ભારત વર્ષ-CICEROના એક્ઝિટ પોલ મુજબ દિલ્હીમાં સતત ત્રીજી વાર આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આ એક્ઝિટ પોલના પરિણામો મુજબ સત્તાધારી પાર્ટીને 54 સીટ મળતી જોવા મળી રહી છે. જ્યારે ભાજપ લાખો કોશિશો છતાં માત્ર 15 સીટો જ જીતતી જોવા મળી રહી છે.
ગત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના માત્ર 3 ધારાસભ્ય જ હતા, તે હિસાબે ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં 12નો વધારો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીની 67 સીટમાંથી 13 સીટને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. જ્યરે કોંગ્રેસને માત્ર એક જ સીટ મળે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પાછલી વિધાનસભામાં કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખુલ્યું.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં શનિવારે થયેલ મતદાનમાં સાંજે 6 વાગ્યા સુધી 57 ટકા વોટિંગનું અનુમાન છે. આ આંકડા થોડા વધી શકે છે, કેમ કે કેટલાય બૂથો પર મોડે સુધી વોટર્સ લાઈનમાં ઉભા હતા. વોટોની ગણતરી 11 ફેબ્રુઆરી એટલે કે મંગળવારે થનાર છે.












Click it and Unblock the Notifications
