For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીની ઠંડીએ તોડ્યો 16 વર્ષનો રેકોર્ડ, હજુ ગગડશે પારો, જાણો ઠંડી વધવાના કારણ

દિલ્લી-એનસીઆરમાં કડકડતી ઠંડી પડી રહી છે. તાપમાન દિવસેને દિવસે ઘટતુ જઈ રહ્યુ છે. દિલ્લીની ઠંડીએ 16 વર્ષોનો રેકોર્ડ તોડી દીધો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી-એનસીઆરમાં કડકડતી ઠંડી પડી રહી છે. તાપમાન દિવસેને દિવસે ઘટતુ જઈ રહ્યુ છે. દિલ્લીની ઠંડીએ 16 વર્ષોનો રેકોર્ડ તોડી દીધો છે. ડિસેમ્બરમાં પડી રહેલી કડકડતી ઠંડીથી તાપમાન 12 ડિગ્રી સુધી નીચે જતુ રહ્યુ છે. જો કે આગામી થોડા દિવસો સુધી ઠંડીમાંથી કોઈ રાહત મળવાની આશા નથી. હવામાન વિશેષજ્ઞોની માનીએ તો પારો હજુ વધુ નીચે જવાનો છે.

ઠંડીએ તોડ્યો 16 વર્ષનો રેકોર્ડ

ઠંડીએ તોડ્યો 16 વર્ષનો રેકોર્ડ

ડિસેમ્બરમાં દિલ્લીમાં પડી રહેલી કડકડતી ઠંડીએ આ વખતે છેલ્લા 16 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. ડિસેમ્બર મહિનામાં તાપમાન 12 ડિગ્રી નીચે જતુ રહ્યુ છે જે છેલ્લા 16 વર્ષમાં પહેલી વાર છે. દિલ્લી પાસેના ઉત્તર પ્રદેશમાં પણ હાલ બેહાલ છે. યુપીના ઘણા શહેરોમાં કડકડતી ઠંડી પડી રહી છે. વળી, રાજસ્થાનના માઉન્ટ આબૂમાં લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી સેલ્સિયલ પર પહોંચી ગયુ છે.

હજુ વધુ ઘટશે પારો

હજુ વધુ ઘટશે પારો

હવામાન એક્સપર્ટની માનીએ તો ડિસેમ્બરનો મહિનો શરૂઆતથી થોડો ઠંડો રહ્યો છે. ધૂમ્મસ જમીન પર નહિ પરંતુ ઉપર હવામાં છે. સોમવારે દિલ્લીનુ તાપમાન 12.9 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે જે છેલ્લા 16 વર્ષમાં પહેલી વાર હતુ. જાણકારોની માનીએ તો હજુ રાહત મળવાની આશા નથી. દિલ્લી-એનસીઆરમાંહજુ કોલ્ડ-ડે કન્ડીશન બનેલી હતી, જ્યારે તાપમાન 16 ડિગ્રીથી નીચે થાય ત્યારે કન્ડીશન કોલ્ડ-ડે બની જાય છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ દિલ્લીમાં ઠંડીની અસર અને તાપમાનમાં સુધારો ત્યાં સુધી નહિ થાય જ્યાં સુધી પશ્ચિમી ડિસ્ટર્બન્સ ન આવી જાય. જો રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં કડકડતી ઠંડી ચાલુ છે. અહીં માઉન્ટ આબૂમાં લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી સેલ્સિયલ નોંધવામાં આવ્યુ, જ્યારે ભીલવાડામાં તે 4.4 ડિગ્રી, સીકરમાં 5 ડિગ્રી અને જયપુરમાં 5.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યુ.

આ પણ વાંચોઃ દિગ્ગજ અભિનેતા શ્રીરામ લાગુનુ 92 વર્ષની વયે નિધનઆ પણ વાંચોઃ દિગ્ગજ અભિનેતા શ્રીરામ લાગુનુ 92 વર્ષની વયે નિધન

ઠંડીનુ કારણ

ઠંડીનુ કારણ

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પશ્ચિમી હવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. હવાની સાથે સાથે ગલનના કારણે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તામાં કડકડતી ઠંડી પડી રહી છે. આકાશમાં વાદળ નહિ પરંતુ ગાઢ ધૂમ્મસ છે. તડકો ન મળવાના કારણે લોકોને કડકડતી ઠંડીમાં રાહત નથી મળી રહી. હજુ વધુ ઠંડી વધવાની આશા છે.

English summary
Delhi freezed on Monday, breaks 16-year-old record, still melts, know reasons for cold.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X