For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન રહો, કેબીસી નામ પર ઠગાઈ થઇ રહી છે

મહાનાયક અમિતાભ બચ્ચનના ટીવી શૉ કોન બનેગા કરોડપતિ ઘણા લોકોને લખપતિ અને કરોડપતિ બનાવી ચુક્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મહાનાયક અમિતાભ બચ્ચનના ટીવી શૉ કોન બનેગા કરોડપતિ ઘણા લોકોને લખપતિ અને કરોડપતિ બનાવી ચુક્યો છે. અહીં આવનારા મોટાભાગના લોકો લાખ અથવા 10 લાખ રૂપિયા જીતીને જ જાય છે. એટલું જ નહીં પરંતુ ઘરે બેઠા પણ લોકો પાસે લખપતિ બનવાનો ચાન્સ હોય છે. પરંતુ આ શૉના નામ પર ઠગાઈ કરવાનો એક નવો ખેલ સામે આવ્યો છે. જેને લોકોને ઠગીનો શિકાર બનાવવામાં આવી રહ્યો છે.

કેબીસી ના નામ પર ઠગાઈ

કેબીસી ના નામ પર ઠગાઈ

કેબીસી સીઝન 10 પહેલા જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં લોકોને ઠગાઇનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. લોકોને ઠગાઈ કરતી ટોળકી કેબીસીનાં નામ પર લૂંટી રહી છે. ઠગાઈ કરતી ટોળકી લોકોને કેબીસીમાં ઇનામ જીતવાનું લાલચ આપીને પૈસા લૂંટી રહ્યા છે. ગેંગના લોકોને ગેમ માટે ઇન્વાઇટ કરવા અને લકી ડ્રોમાં જીતવાનું લાલચ આપી રહ્યા છે.

ફ્રોડ ટોળકી ફરી સક્રિય બની

ફ્રોડ ટોળકી ફરી સક્રિય બની

આ ટોળકી લોકોને ફોન કરીને જણાવતી હતી કે તેઓ કેબીસી માંથી બોલી રહ્યા છે અને તેઓ 25 લાખ રૂપિયા જીતી ચુક્યા છે. ત્યારપછી તેઓ જણાવતા કે ઇનામમાં જીતેલી રકમ મેળવવા માટે તેમને 8000 રૂપિયા ટેક્સ, પ્રોસેસિંગ ફી અને સિક્યોરિટી રૂપે 25,000 રૂપિયા જમા કરાવવા પડશે. તેઓ જણાવતા હતા કે આ પૈસા તેમને પાછા મળી જશે.

2012 અને 2014 દરમિયાન પણ આવી ઘટના ઘટી ચુકી છે

2012 અને 2014 દરમિયાન પણ આવી ઘટના ઘટી ચુકી છે

એક મહિલાએ સૌથી પહેલા તેની ફરિયાદ કરી જયારે કેબીસીમાં ઇનામ જીતવાના નામ પર તેની પાસેથી 25000 રૂપિયા ઠગી લેવામાં આવ્યા. મહિલાએ પોલીસ સાથે તે નંબર પણ શેર કર્યો છે. ત્યારપછી પોલીસ આ મામલે તપાસમાં જોડાઈ ગયી છે. પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ 2012 અને 2014 દરમિયાન કોન બનેગા કરોડપતિના નામ પર ઠગાઈ કરનાર ગેંગ એક્ટિવ થયી હતી. બંને મામલે ત્રણ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

English summary
Be careful, Delhi gang dupes many on the name of KBC Price Money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X