દિલ્હી ગેંગરેપ: 5 આરોપીઓ સામે જજ, ડોક્ટરની આજે જુબાની

કોર્ટે આ મામલે ગઇકાલે ચાર લોકોની જુબાની લીધી હતી. ત્યારબાદ લોકોનું પણ નિવેદન નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો. એઇમ્સના બે ડોક્ટર અને ઇન્ડિયન બેન્ક તથા એક્સિસ બેન્કના બે અધિકારીઓએ ફરિયાદી પક્ષ તરફથી જુબાની આપી. તેમની સાથે આજે પાંચેય આરોપીઓના વકીલે ઉલટ તપાસ કરી.
આ કેસમાં વયસ્ક આરોપી બસ ચાલક રામસિંહ, તેનો ભાઇ મુકેશ, વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય સિંહ છે. આ મામલામાં એક આરોપી સગીર વયનો છે. આ પહેલા કેસના મુખ્ય સાક્ષી અને પીડિતાના મિત્રએ પોતાની જુબાની આપી હતી. બચાવપક્ષના વકીલ તરફથી તેના સાથે પણ ઉલટ તપાસ કરવાની બાકી છે.












Click it and Unblock the Notifications
