દિલ્હી ગેંગરેપ: સુનવણી શરૂ, સાક્ષીઓની જુબાની લેવાઇ

ઘટના વખતે પીડિતાની સાથે જે બસમાં હતો અને આરોપીઓએ જેનો પગ તોડી નાખ્યો હતો તે પીડિતાનો મિત્ર કોર્ટનો પહેલો સાક્ષી બન્યો હતો. તેણે પોતાની જુબાની આપી હતી. 23 વર્ષીયા યુવતીના પરિવારને ન્યાય શીઘ્ર સુનિશ્ચિત કરાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા મામલાની સુનવણી રોજ કરવામાં આવશે.
ગયા શનિવારના રોજ કોર્ટે 5 આરોપિઓ પર સંગીન આરોપ નક્કી કર્યા હતા. સાક્ષીઓના ભાષણ બાદ જો કોર્ટે તેમને દોષી કરાર કર્યા તો તેમને ફાંસીની સજા પણ થઇ શકે છે. જ્યારે આ કેસના છઠ્ઠા સગીર આરોપીની સુનવણી અલગ કરવામાં આવશે.
ગયા મહીને 16 ડિસેમ્બરના રોજ એક ચાર્ટડ બસમાં મુસાફરી કરી રહેલી એક યુવતી સાથે ચાલતી બસમાં દુષ્કર્મ કરવામાં આવેલ અને તેના મિત્રની સાથે મારપીટ કરવામાં આવેલી. બાદમાં બંનેને ચાલતી બસમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા.
સિંગાપૂરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 29 ડિસેમ્બરના રોજ આ પીડિતાનું મૃત્યું થઇ ગયું હતું. આ ઘટનાને લઇને દેશભરમાં લોકોનો ગુસ્સો ભારે પ્રદર્શનના રૂપે સામે આવ્યો હતો.












Click it and Unblock the Notifications
