Oneindia Poll: દિલ્હી ગેંગરેપના દોષિતોને નપુંસક બનાવી દો
દિલ્હી ગેંગરેપની ઘટનાએ રસ્તાથી લઇને સંસદને હલાવીને મૂકી દીધી છે. દેશના ખૂણે ખુણેથી બળાત્કારીઓને મોતની સજા કરવાની બૂમો આવી રહી છે. અમે પણ અમારા પોલ દ્વારા વાચકોને સવાલ કર્યો છે કે બળાત્કારીઓ માટે શું સજા હોવી જોઇએ. અમે અમારા વાચકોને ત્રણ વિકલ્પ આપ્યા છે. તેમને નપુંસક બનાવી દેવા જોઇએ? ફાંસી કરવી જોઇએ? કે તેમને જનમટીપની સજા કરવી જોઇએ? જેમાં વધારેમાં વધારે લોકોએ પહેલા વિકલ્પને પસંદ કરીને દિલ્હીના ગેંગરેપ સામે પોતાનો આક્રોષ વ્યક્ત કર્યો છે. આપ પણ કોમેન્ટ કરી અથવા નીચે આપેલા પોલમાં કોઇ એક વિકલ્પ પસંદ કરી દિલ્હી ગેંગરેપ સામે પોતાના વિચારો મૂકી શકો છો.

નોંધનીય છે કે રવિવારે મોડી રાત્રે આ 23 વર્ષની મેડિકલ વિદ્યાર્થિનીની સાથે વસંત વિહાર વિસ્તારમાં ચાલતી બસમાં ગેંગરેપ કરાયો હતો અને તેને ચાલતી બસમાંથી તેના મિત્રની સાથે ફેંકી દેવામાં આવી હતી. આ કૃત્ય કરનાર પાંચેય અપરાધીઓને દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. હવે આ મામલાની સુનવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
