For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં પાણીના ભાવે મળશે પાણી, 1લીથી અમલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો કે તેઓ જો સત્તામાં આવશે તો દિલ્હીવાસીઓને મફતમાં પાણી આપશે. દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ તેમના દ્વારા આપવામાં આવેલું આ વચન આજે પૂરું કરવામાં આવ્યું છે. 1લી જાન્યુઆરી 2014થી દિલ્હીવાસીઓને ત્રણ મહિના માટે મફત પાણી આપવામાં આવશે. આ અંગેનો નિર્ણય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમમ જો નક્કી કરવામાં આવેલા પાણીના વપરાશ કરતા વધુ પાણીનો વપરાશ કરવામા આવશે તો જેટલા પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનું બિલ ભરવું પડશે.

aap-kejriwal
બિમાર થઇ ગયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે દિલ્હી જલબોર્ડની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જલ બોર્ડના સીઇઓ વિજય કુમાર સહિત 15 અધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠક પૂર્ણ થયા બાદ જલબોર્ડના સીઇઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું કે, પાણી પર લગાવવામાં આવતા વિવિધ ચાર્જને નાબૂદ કરવામાં આવ્યા છે. પરિવારદીઠ દર મહીને 20 હજાર લીટર પાણી આપવામાં આવશે. તેમજ જે પરિવારને ત્યાં મીટર લગાવેલા છે, તેમને દરરોજ 666 લીટર પાણી આપવામાં આવશે. આ અવધી ત્રણ મહીના એટલે કે માર્ચ સુધી લંબાવવામાં આવી છે.

નોંધનીય છે કે, 102 ડિગ્રી તાવ હોવાના કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઓફીસે જઇ શક્યા નહોતા. જેના કારણે એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે આજે દિલ્હીને મફત પાણી આપવાનું વચન પૂર્ણ નહીં થાય, પરંતુ તેમણે ઘરે બેઠક યોજીને દિલ્હીની પાણીની સમસ્યાને હલ કરી હતી.

English summary
Delhi CM Arvind Kejrwal’s meeting with Delhi Jal Board officials end. DJB to provide around 600ltr of water free of cost.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X