For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી સરકારે 12 રસ્તાઓના સમારકામ માટે 16 કરોડ રુપિયાના પ્રોજેક્ટને આપી મંજૂરી

દિલ્લી સરકારે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 12 રસ્તાઓના સમારકામ માટે 16 કરોડ રુપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી સરકારે નોઈડા સાથે દિલ્લીને જોડતા અક્ષરધામ મંદિરની સામેના પટ સહિત રાજધાનીના 12 મુખ્ય રસ્તાઓને મજબૂત કરવા માટે 16.03 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે તેમ શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે. દિલ્લીમાં રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે PWD અધિકારીઓએ વિસ્તાર અને જરુરિયાતોનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યુ ત્યારબાદ આ પ્રોજેક્ટ્સને સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી.

kejriwal

દિલ્લી સરકારે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 12 રસ્તાઓના સમારકામ માટે 16 કરોડ રુપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. પીડબ્લ્યુડીના એક અધિકારીએ કહ્યુ, 'આધુનિક ટેકનોલૉજીની મદદથી પીડબ્લ્યુડી દ્વારા આ રસ્તાઓનુ સમારકામ કરવામાં આવશે.' આ રસ્તાઓમાં માર્જિનલ ડેમ રોડનો સમાવેશ થાય છે. જે નોઈડા અને દિલ્લીને જોડતો મુખ્ય માર્ગ છે. મુખ્ય ધ્યાન અક્ષરધામ મંદિર રોડ પર રહેશે.

English summary
Delhi government approves projects worth Rs. 16 crores for 12 roads repair works
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X