દિવાળી પર આ વર્ષે પણ નહિ ફોડી શકાય ફટાકડા, દિલ્લી સરકારે ખરીદ-વેચાણ અને સ્ટોર પર લગાવ્યો પ્રતિબંધ
કોરોના વાયરસ સંકટ વચ્ચે દિલ્લીમાં વધતા પ્રદૂષણને લઈને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે(બુધવારે) મોટુ એલાન કર્યુ.
નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે દિલ્લીમાં વધતા પ્રદૂષણને લઈને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે(બુધવારે) મોટુ એલાન કર્યુ. સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યુ કે છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી દરમિયાન દિલ્લીમાં પ્રદૂષણની સ્થિતિને જોતા બધા પ્રકારના ફટાકડાના ભંડારણ, વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ રહેશે. ઉલ્લેખનીય છે કે દેશમાં તહેવારોની ધૂમ છે અને લોકો 4 નવેમ્બરે દિવાળીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં પ્રદૂષણને લઈને કેજરીવાલ સરકારે ઘણા કડક પગલાં લીધા છે જેમાંથી એક ફટાકડા પર પ્રતિબંધ લગાવવાનુ શામેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય રાજધાનીમાં દિવાળી પર ફટાકડાના વેચાણ, ઉપયોગ અને સ્ટોર પર પ્રતિબંધ છે. આ વર્ષે પણ ફટાકડાના બેનને યથાવત રાખવામાં આવ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આની માહિતી આપી. તેમણે કહ્યુ, 'છેલ્લા 3 વર્ષથી દિવાળીને સમયે પ્રદૂષણની ખતરનાક સ્થિતિને જોતા ગયા વર્ષની જેમ આ વખતે પણ દરેક પ્રકારના ફટાકડાના ભંડારણ, વેચાણ અને ઉપયોગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. જેનાથી લોકોની જિંદગી બચાવી શકાય.'
સીએમ કેજરીવાલે અન્ય ટ્વિટમાં લખ્યુ કે, 'ગયા વર્ષે વેપારીઓ દ્વારા ફટાકડાના ભંડારણ પછી પ્રદૂષણની ગંભીરતાને જોતા વિલંબથી પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો જેનાથી વેપારીઓને નુકશાન થયુ હતુ. બધા વેપારીઓને અપીલ છે કે આ વખતે પૂર્ણ પ્રતિબંધને જોતા કોઈ પણ પ્રકારનુ ભંડારણ ન કરે.'












Click it and Unblock the Notifications
