દિલ્હી સરકાર ઘરેલું સહાયકો માટે નવી યોજનાઓ શરૂ કરશે

દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર એક પછી એક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરીને વિવિધ વર્ગના લોકોની જરૂરીયાતો પુરી કરી રહી છે. આ ક્રમમાં હવે દિલ્હી સરકાર આગામી સમયમાં ઘરેલુ સહાયકો માટે નવી યોજના શરૂ કરવા જઈ રહી છે.

એક અંદાજ મુજબ દિલ્હીમાં 5 લાખ ઘરેલુ સહાયકો કામ કરે છે. આ સહાયકો માટે દિલ્હી સરકાર ટૂંક સમયમાં કલ્યાણ યોજનાઓ શરૂ કરશે. શ્રમ મંત્રી રાજ કુમાર આનંદે શુક્રવારે આ જાણકારી આપી.

દિલ્હી સરકાર, ઘરેલું સહાયક, દિલ્હી, આમ આદમી પાર્ટી, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, શ્રમ મંત્રી રાજ કુમાર આનંદ, Delhi Government, Domestic Help, Delhi, Aam Aadmi Party, International Labor Organization, Labor Minister Raj Kumar Anand,

શ્રમ મંત્રી રાજ કુમાર આનંદે આ જાહેરાત દિલ્હીમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘરેલુ સહાયકોના અધિકારોને કાયદેસર બનાવવાની રીતો પર ચર્ચા કરવા માટે આયોજિત એક વર્કશોપમાં કરી.

વર્કશોપમાં સંબોધન કરતા શ્રમ મંત્રી રાજ કુમાર આનંદે કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં ઘરેલુ સહાયકોના કલ્યાણ માટે સતત કામ કરી રહી છે. સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં બાંધકામ કામદારો માટે શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં 17 કલ્યાણકારી યોજનાઓ બનાવીને અમલમાં મુકી છે.

તેમણે આગળ જણાવ્યુ કે, દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કામ કતા ઓછામાં ઓછા પાંચ લાખ ઘરેલું સહાયકો માટે સમાન કલ્યાણ યોજનાઓ તૈયાર કરશે અને લાગુ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X