દિલ્હી સરકારનો ESIC લાભાર્થીઓ માટે મોટો નિર્ણય, 12 નવી ડિસ્પેન્સરી ખોલશે
દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર ESI લાભાર્થીઓ માટે મોટુ પગલુ ભરવા જઈ રહી છે. દિલ્હીમાં આવનારા સમયમાં ESI લાભાર્થીઓ માટે 12 નવી ડિસ્પેન્સરી ખોલવામાં આવશે.
શ્રમ મંત્રી રાજ કુમાર આનંદની અધ્યક્ષતામાં કર્મચારી રાજ્ય વીમા નિગમના પ્રાદેશિક બોર્ડની 53મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવાયા. આ બેઠકમાં સરકારે ESIC ને દિલ્હીમાં 70 વિધાનસભા મતવિસ્તારો માટે દવાખાના ખોલવાની સંભાવના શોધવાનો આદેશ કર્યો છે.

બેઠકમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ કે, ESIC લાભાર્થીઓ માટે ખૂબ જ ટૂંક સમયમાં દિલ્હીમાં 12 નવી ડિસ્પેન્સરી ખોલવામાં આવશે. આના માટે વિભાગોમાંથી મંજૂરી મળી ગઈ છે અને યોગ્ય સ્થળની પસંદગી કરવામાં આવી રહી છે.
બેઠકમાં શ્રમ મંત્રી રાજ કુમાર આનંદે ESICના કાર્યક્ષેત્રમાં આવતા કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવા લઘુત્તમ વેતન મર્યાદા 21 હજારથી વધારીને 31 હજાર કરવાની શક્યતાઓ શોધવા પણ આદેશ આપ્યા છે.
આ સિવાય દિલ્હી સરકાર ESICની મેડિકલ કોલેજોમાં ESIC લાભાર્થીઓના બાળકો માટે ક્વોટા નક્કી કરશે. આ બેઠકમાં નિર્ણય લેવાયા અનુસાર, કર્મચારીઓને તેમના અધિકારો અને સરકારી સુવિધાઓથી વાકેફ કરવા માટે શ્રમ વિભાગ અને ESIC સંયુક્ત રીતે ઔદ્યોગિક ક્ષેત્રમાં જાગૃતિ શિબિરોનું આયોજન કરશે.
આ બેઠકમાં કર્મચારીઓને તેમના અધિકારોથી વાકેફ કરવા માટે જાગૃતિ અભિયાન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. તેને સફળ બનાવવા માટે દિલ્હી સરકારનો શ્રમ વિભાગ અને કર્મચારી રાજ્ય વીમા નિગમ સાથે મળીને કામ કરશે.
આ નિર્ણય બાદ હવે બન્ને સંયુક્ત રીતે રાજધાનીના મોટા ઔદ્યોગિક વિસ્તારમાં જાગૃતિ શિબિરનું આયોજન કરશે. આ શિબિરોમાં કર્મચારીઓને તેમના અધિકારો અને સરકારી સુવિધાઓથી માહિતી અપાશે. આ સિવાય કર્મચારીઓની ESIC હેઠળ સ્થળ પર નોંધણી કરવામાં આવશે. જેથી તેમની નજીકમાં કામ કરતા કર્મચારીઓને સરકારી સુવિધાઓનો લાભ મળી શકે.












Click it and Unblock the Notifications
