દિલ્લીમાં 4 ઓગસ્ટે બનાવવામાં આવશે દુનિયાનો સૌથી મોટો તિરંગો, કેજરીવાલે કહ્યુ - ભારત અટકશે નહિ
આઝાદીની ઉજવણીના ભાગ રુપે 4 ઓગસ્ટે હજારો બાળકો દિલ્લીમાં એકઠા થઈને વિશ્વનો સૌથી મોટો ત્રિરંગો બનાવશે.
નવી દિલ્લીઃ ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ દિલ્હીમાં હલચલ મચી જવાની છે. આ વર્ષે આપણો દેશ ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. જેની ખુશી દેશની રાજધાની દિલ્હીમાં પૂરા હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. દિલ્લી સરકારે આઝાદીની ઉજવણી માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે સમગ્ર દિલ્લીમાં 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આઝાદીની ઉજવણી કરવામાં આવશે. 28 જુલાઈના રોજ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે આઝાદીના પર્વની ઉજવણી કેવી રીતે કરવામાં આવશે તેના પર કહ્યુ કે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદીની ઉજવણીના ભાગ રુપે 4 ઓગસ્ટે હજારો બાળકો દિલ્લીમાં એકઠા થઈને વિશ્વનો સૌથી મોટો ત્રિરંગો બનાવશે.

સીએમ કેજરીવાલે વધુમાં કહ્યુ કે આ પ્રસંગે, તે દિવસે દરેક વ્યક્તિ પ્રતિજ્ઞા લેશે કે હવે ભારત નહીં અટકે અને ક્યારેય અટકશે નહીં. સીએમ કેજરીવાલે એમ પણ કહ્યુ કે આપણે 130 કરોડ ભારતીયો સાથે મળીને ભારતને વિશ્વમાં નંબર 1 દેશ બનાવીશું. સીએમ કેજરીવાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને આ માહિતી શેર કરી છે. કેન્દ્રના 'હર ઘર તિરંગા' કાર્યક્રમની જેમ દિલ્લી સરકાર 'હર હાથ તિરંગા' નામની પહેલ શરૂ કરવાની યોજના ધરાવે છે અને લોકોને રાષ્ટ્રધ્વજ પહેરવાની અપીલ કરી છે. 'હર હાથ તિરંગા' પહેલ હેઠળ 20 લાખ શાળાના બાળકો, 2 લાખ દિલ્હીના નાગરિકો, 3 લાખ કર્મચારીઓ તેમના હાથમાં ત્રિરંગો લહેરાવશે. આ સિવાય દિલ્લી સરકારે જનતાને 'હર હાથ તિરંગા'માં ભાગ લેવાની અપીલ કરી છે.
આઝાદીના 75 વર્ષ પૂરા થવાની ખુશીમાં આ વખતે દિલ્લી સરકાર 15 ઓગસ્ટના આગમનના બે અઠવાડિયા પહેલા આઝાદીની ઉજવણી શરૂ કરવા જઈ રહી છે. 1 ઓગસ્ટ આવતાની સાથે જ દિલ્લીના વિવિધ વિસ્તારોમાં સાંસ્કૃતિક ઉત્સવનુ આયોજન કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં કોન્સર્ટ અને નાના કાર્યક્રમો સાથેની મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. દિલ્લી સરકાર સમગ્ર દિલ્લીમાં શાળાના બાળકોની મદદથી લગભગ 100 કાર્યક્રમોનુ આયોજન કરશે. આ સાથે દિલ્લી સરકાર એક મેગા કોન્સર્ટનુ આયોજન કરશે જેમાં બૉલિવુડના પ્રખ્યાત ગાયક અરિજીત સિંહ પોતાનુ પરફોર્મન્સ આપશે. આઝાદીની આ ઉજવણી પર દિલ્લી શહેરને રોશન કરવા માટે ફ્લાયઓવર, રસ્તા, અંડરપાસ અને સરકારી ઈમારતોને રોશનીથી શણગારવામાં આવશે.












Click it and Unblock the Notifications
