For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM કેજરીવાલનુ મોટુ એલાન, દિલ્લીના જરૂરિયાતમંદોને ઘરે જ મળશે રાશન

જો તમે દિલ્લીમાં રહેતા હોય અને સરકારી રાશનની દુકાનમાંથી રાશન લાવતા હોય તો તમારા માટે સારા સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

જો તમે દિલ્લીમાં રહેતા હોય અને સરકારી રાશનની દુકાનમાંથી રાશન લાવતા હોય તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમારે સરકારી દુકાનો પર લાંબી લાઈન નહિ લગાવવી પડે. આવનારા દિવસોમાં તમને ઘરે બેઠા રાશન મળશે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે મુખ્યમંત્રી ઘરે ઘરે રાશન યોજનાને મંજૂરી આપી દીધી છે. કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે દિલ્લી કેબિનેટે મુખ્યમંત્રી ઘરે ઘરે રાશન યોજનાના ખાદ્ય આપૂર્તિ વિભાગના પ્રસ્તાવને મંજૂર કરી દીધો છે.

મારા માટે આ બહુ ખુશીની વાત

મારા માટે આ બહુ ખુશીની વાત

કેજરીવાલે કહ્યુ કે વ્યક્તિગત રીતે મારા માટે આ બહુ ખુશીની વાત છે કારણકે રાજકારણમાં આવતા પહેલા હું અને મનીષ સિસોદિયાજી પરિવર્તન નામની સંસ્થા ચલાવતા હતા. દિલ્લીની ઝૂંપડીઓમાં ગરીબ લોકો સાથે અને તેમના હક માટે કામ કરતા હતા. જ્યારે તેમને રાશન નહોતુ મળતુ તો તેમને રાશન અપાવવા માટે કામ કરતા હતા. સૂચના અધિકાર કાયદાનો સૌથી વધુ ઉપયોગ અમે લોકોને રાશન અપાવવા માટે કર્યો. એ દિવસોમાં લોકોનુ રાશન ચોરી થઈ જતુ હતુ અને પૂરુ રાશન નહોતુ મળતુ. સરકારી કાગળોમાં તો એન્ટ્રી થઈ જતી હતી કે અમે બધાને રાશન આપી દીધુ અને બધાના નકલી અંગૂઠા પણ લાગી જતા હતા.

ગરીબોને ઈજ્જતથી રાશન મળે, તે સપનુ આજે પૂરુ થયુ

મુખ્યમંત્રીએ કહ્યુ કે આનાથી પણ કોરોનાના સંક્રમણ પર ઘણી હદ સુધી નિયંત્રણ મેળવી શકાય છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને પણ આ અંગે માહિતી આપી. તેમણે ટ્વિટ કરીને લખ્યુ, 'આજે કેબિનેટે મુખ્યમંત્રી 'ઘર ઘર રાશન યોજના' પાસ કરી. આ લાગુ થવા પર લોકોને ઘરે ઘરે રાશન મોકલવામાં આવશે. તેમને રાશનની દુકાને નહિ આવવુ પડે. આ બહુ ક્રાંતિકારી પગલુ છે. વર્ષોથી અમારુ સપનુ હતુ કે ગરીબોને ઈજ્જતથી રાશન મળે, આજે તે સપનુ પૂરુ થયુ છે.'

ઘઉંની જગ્યાએ લોટ આપવામાં આવશે

ઘઉંની જગ્યાએ લોટ આપવામાં આવશે

કેજરીવાલે જણાવ્યુ કે, 'આવતા છથી 7 મહિનામાં હોમ ડિલીવરી રાશનની શરૂઆત થઈ જશે. હોમ ડિલિવરીમાં ઘઉંની જગ્યાએ લોટ આપવામાં આવશે. જે દિવસે દિલ્લીમાં રાશનની હોમ ડિલીવરી શરૂ થશે એ દિવસે કેન્દ્ર સરકારની વન નેશન વન રાશન કાર્ડની યોજના દિલ્લીમાં લાગુ કરી દેવામાં આવશે.'

અસમમાં પૂરથી વિનાશ, અત્યાર સુધી 85 લોકોના મોત, મદદ માટે તૈયાર UNઅસમમાં પૂરથી વિનાશ, અત્યાર સુધી 85 લોકોના મોત, મદદ માટે તૈયાર UN

English summary
Delhi Govt Gives Nod For Door-step Ration Delivery under ‘Mukhya Mantri Ghar Ghar Ration Yojana’.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X