For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી સુરક્ષિત નથી, પાછી જઇ રહી છું કોલકાતા: મમતા બેનર્જી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 એપ્રિલ: દિલ્હીમાં મંગળવારે યોજના આયોગ ભવનની બહાર એસએફઆઇ કાર્યકર્તાઓ દ્વારા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યના નાણામંત્રી અમિત મિત્રાની સાથે કરવામાં આવેલી ધક્કામૂક્કીના એક દિવસ બાદ મમતાએ આજે જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાની સુરક્ષિત નથી. તે કોલકાતા પરત ફરી રહી છે. ઉલ્લેખનીય છે કે આજે તેમની નાણાકિયમંત્રી પી. ચિદમ્બરમ સાથે બેઠક કરવાની હતી.

નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીતમાં મમતાએ જણાવ્યું કે , 'મારી સાથે ખુબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો પરંતુ સાર્વજનિક રીતે હું આ અંગે કહી શકતી નથી. મને મંગળવારે આખી રાત ઓક્સીજન પર રાખવામાં આવી હતી. ડોક્ટરોએ મને હોસ્પિટલમાં દાખલ થવા જણાવ્યું પરંતુ મે દાખલ થવાનો ઇનકાર કરી દીધો.'

મમતાએ માકપા પર હુમલાનો આરોપ લગાવતા જણાવ્યું કે 'અમારા કાર્યકર્તા શાંત છે, હુમલા દરમિયાન પોલીસે પણ સહકાર આપ્યો નહીં. મેં પોલીસને દરવાજો ખોલવાનું કહ્યું, પરંતુ તેમણે જણાવ્યું કે તેમની પાસે ચાવી નથી.' મમતાએ પ્રધાનમંત્રી અને નાણામંત્રીની સાથે બેઠક રદ કરવાને લઇને ખેદ વ્યક્ત કર્યો.

મમતાએ ટીએમસી કાર્યકર્તાઓને જણાવ્યું કે તેઓ માકપાના ચડાવામાં ના આવે. મમતાએ દિલ્હીમાં કોઇપણ પ્રકારની નારેબાજી અથવા હિંસક પ્રદર્શન નહીં કરવાનો આદેશ આપ્યો છે. જોકે સાવચેતીના પગલે દિલ્હીમાં ટીએમસી અને માકપાના કાર્યાલયો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

English summary
Delhi is not safe, i am going to back home said Mamata banerjee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X