Delhi Liquor Policy Case : ઈડીના સમન સામે કેજરીવાલે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
દિલ્હી લીકર પોલીસી કેસને લઈને ઈડીએ કેજરીવાલને ફરીથી હાજર થવા સમન મોકલ્યુ છે. હવે આ સમન સામે કેજરીવાલે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસમાં નીચલી કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી.

સીએમ અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા 9 માં સમન્સ સામે મંગળવારે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.
દિલ્હી લીકર પોલીસી મામલે તેલંગાણાના પૂર્વ સીએમ કે. ચંદ્રશેખર રાવની પુત્રી અને એમએલસી કે. કવિતાને 7 દિવસ માટે એટલે કે 23 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં મોકલવામાં આવી છે. કવિતાએ કોર્ટમાં પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી.
બીજી તરફ બીજેપી રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ સીએમ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી પર કોઈ સ્ટે લગાવ્યો નથી અને તેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેજરીવાલ પહેલી નજરે દિલ્હી દારૂ નીતિના આરોપી છે.
તેમણે વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીએ જામીનને રાહત ન ગણવી જોઈએ. હવે અરવિંદ કેજરીવાલ પણ જામીન પર છૂટેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની લીગમાં જોડાઈ ગયા છે.












Click it and Unblock the Notifications
