દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગનું રાજીનામું

Written By:
Subscribe to Oneindia News

દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમનો દોઢ વર્ષનો કાર્યકાળ હજુ બાકી હોવા છતાં તેમણે કેન્દ્ર સરકારને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. તેમણે રાજીનામું કેમ આપ્યું એ અંગે હજુ કોઇ જાણકારી મળી નથી.

અહીં વાંચો - રાહુલે ગાલીબની શાયરીમાં મોદીને આપ્યો જવાબ

najeeb jung

નજીબ જંગ જુલાઇ 2013થી દિલ્હીના ઉપરાજ્યપાલ હતા અને તેમણે આ પદેથી દોઢ વર્ષ જલદી રાજીનામું આપી દીધું છે. તેમના કાર્યાલયના કહેવા મુજબ, નજીબ જંગ હવે તેમના પહેલા પ્રેમ એટલે કે શિક્ષણ ક્ષેત્રે પાછા ફરશે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી એ જાણકારી ઉપલબ્ધ નથી થઇ કે કેન્દ્ર સરકારે ઉપરાજ્યપાલનું રાજીનામું સ્વીકાર્યું છે કે નહીં.

રાજ્યની આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની સરકાર અને નજીબ જંગ વચ્ચે ઘણા મુદ્દે મતભેદ રહેતો હતો.

English summary
Delhi Lt Governor Najeeb Jung submits his resignation to the Government of India.
Please Wait while comments are loading...